વર્ષ 2023માં આ 5 CNG ગાડીઓની રહેશે બોલબાલા, 10 લાખમાં જબરદસ્ત માઈલેજ અને પ્રીમિયમ ફીલિંગ મળશે

Which car is most successful in CNG: કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ હવે CNG કારના ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. ત્યારે 2023માં 5 નવી CNG કાર દસ્તક આપશે, આ કાર બજેટમાં પણ હશે અને તેની માઈલેજ પણ અદભૂત હશે. આવો જોઈએ કઈ કઈ હશે આ કાર

વર્ષ 2023માં આ 5 CNG ગાડીઓની રહેશે બોલબાલા, 10 લાખમાં જબરદસ્ત માઈલેજ અને પ્રીમિયમ ફીલિંગ મળશે

5 Upcoming Cars In India: પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને કારણે હવે લોકો CNG કાર તરફ વળી રહ્યા છે. આ કારણે સીએનજી કારના વેચાણમાં પણ ઝડપથી વધારો થયો છે. કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ હવે CNG કારના ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. ત્યારે 2023માં 5 નવી CNG કાર દસ્તક આપશે, આ કાર બજેટમાં પણ હશે અને તેની માઈલેજ પણ અદભૂત હશે. આવો જોઈએ કઈ કઈ હશે આ કાર

Tata Punch: 
ટાટાની Micra SUV પંચનું CNG વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેને ઓટો એક્સપો 2023માં પ્રદર્શન માટે પણ રાખી હતી. આ કારમાં 1.2 લિટરનું 3 સિલિન્ડર ઇનલાઇન એન્જિન મળશે, જે 72 bhp પાવર અને 95 Nm ટોર્ક જનરેટ કરશે.

કારની શરૂઆતી કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ રહેવાની આશા છે. કારમાં પહેલીવાર સીએનજીના ડબલ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, જેના કારણે બૂટ સ્પેસ યથાવત રહેશે. એટલું જ નહીં કારની માઈલેજ 25 કિમી કરતાં વધુ હશે. 

Tata Nexon: 
ટાટાની સૌથી વધુ વેચાતી SUV Nexon કરતા પણ કંપની CNG વેરિઅન્ટ પર કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની કારને આ વર્ષે જ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે તેની ડિઝાઇન અને ફીચર્સમાં વધારે ફેરફાર નહીં હોય.

Tata Altroz: 
Tataની સૌથી સુરક્ષિત હેચબેક અલ્ટ્રોઝનું CNG વેરિઅન્ટ પણ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે. આ કારને પણ કંપનીએ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શન માટે રાખી હતી. આ કારમાં પણ પંચ કારની જેમ જ ટ્વીન સિલિન્ડર આપવામાં આવ્યા છે. આ કારનું પણ બુટ સ્પેસ જાળવી રાખવામાં આવ્યુ છે. 

આ કારને 10 લાખ રૂપિયાના બજેટમાં લોન્ચ કરવામાં આવશે તેવું પણ કહેવાય છે. કંપની કારના એન્જીન અને લુકમાં વધારે ફેરફાર નહીં કરે. જોકે કારનો પાવર પેટ્રોલ વેરિઅન્ટના હિસાબે થોડો ઓછો હોઈ શકે છે.

Hyundai i20: 
હ્યુન્ડાઈની પ્રીમિયમ હેચબેક તરીકે ઓળખાતી i20ને પણ કંપની સીએનજી વેરિઅન્ટમાં લોન્ચ કરવા જઈ રહી છે. કારમાં ઇનલાઇન 4 સિલિન્ડર 1.2 લિટર એન્જિન મળશે જે તેને 68 bhpનો પાવર આપશે.

જો કારની કિંમતની વાત કરીએ તો તે 8 થી 9 લાખ રૂપિયાની વચ્ચે હશે. કારની માઈલેજને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 25 કિમીથી પણ વધુ માઈલેજ આપશે.

Kia Sonet: 
કિયાની મિડ-સાઇઝ એસયુવી સોનેટનું સીએનજી મોડલ પણ ટૂંક સમયમાં માર્કેટમાં આવવાનું છે. તેનું પરીક્ષણ જીટી વેરિએન્ટ પર કરવામાં આવી રહ્યું છે. આ કારને 1.0-લિટર ટર્બો એન્જિન સાથે માર્કેટમાં મુકવામાં આવશે.

આ કારની 8.5 લાખ રૂપિયા રહેવાનું અનુમાન છે. સોનેટની સીધી ટક્કર નેક્સોન અને પંચ સાથે થશે. તેનું કારણ કારનું પ્રદર્શન અને વધુ સારી માઈલેજ માનવામાં આવે છે. એટલું જ નહીં સોનેટના ફીચર્સ પણ ખૂબ આકર્ષક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news