આ 21 શહેરોમાં Tata Sky એ શરૂ કરી Broadband સેવા, 999 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા
આ બ્રોડબેંડ સર્વિસ માટે કંપની હવે 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘણા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં કોઇ પ્રકારની ડેટા લિમિટ આપવામાં આવી નથી. જોકે આ પ્લાનમાં વેલિડિટી અને સ્પીડ અલગ-અલગ છે.
Trending Photos
નવી દિલ્હી: Tata Sky Broadband Service: Tata Sky પોતાની બ્રોડબેંડ સર્વિસને દેશના 21 શહેરોમાં ફેલાવી દીધી છે. આ પહેલાં Tata Sky પોતાની આ બ્રોડબેંડ સર્વિસ ફક્ત 21 શહેરોમાં ચલાવી રહી હતી. પરંતુ હવે આ સર્વિસ મુંબઇ, હૈદ્વાબાદ અને ભોપાલ સહિત 21 શહેરોમાં ચાલૂ કરી ચૂક્યા છે. TelecomTalk ના અનુસાર કંપની પોતાના યૂજર્સને આ સર્વિસ સાથે અનલિમિટેડ ડેટા પ્લાન આપી રહી છે.
આ બ્રોડબેંડ સર્વિસ માટે કંપની હવે 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘણા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં કોઇ પ્રકારની ડેટા લિમિટ આપવામાં આવી નથી. જોકે આ પ્લાનમાં વેલિડિટી અને સ્પીડ અલગ-અલગ છે. આ ઉપરાંત પેમેંટના પણ ઘણા ઓપ્શન આપવામાં આવ્યા છે. યૂજર્સ પોતાના પ્લાન માટે 3 મહિના, 5 મહિના, 6 મહિના અને 12 મહિના મુજબ એકસાથે પેમેંટ કરી શકે છે.
Tata Sky Broadband Service માં સામેલ 999 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો યૂજર્સને 10Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ કરી શકે છે. ત્યારબાદ 12,50 રૂપિયાનો પ્લાન આવે છે, જેમાં યૂજર્સને 25 Mbps સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ કરી શકે છે. ત્યારબાદ 1,500 રૂપિયા અને 1,800 રૂપિયાના પ્લાન પણ છે, જેમાં અનલિમિટેડ ડાઉનલોડિંગ સાથે ક્રમશ: 50Mbps અને 75Mbps ની સ્પીડ મળે છે. અંતમાં 2,400 રૂપિયાનો પ્લાન આવે છે, જેમાં યૂજર્સને 100 Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ મળે છે. તમને જણાવી દઇએ કે કંપની 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં વધુ સ્પીડવાળા પ્લાન આપે છે, પરંતુ પ્લાનમાં ડેટા લિમિટ આપવામાં આવે છે.
શરૂઆતમાં ટાટા સ્કાઇ ની આ બ્રોડબેંડ સર્વિસ Delhi, Noida, Gurgaon, Greater Noida, Ghaziabad, Ahmedabad, Bengaluru, Bhopal, Chennai, Hyderabad, Mira Bhayandar, Mumbai, Pimpri Chinchwad અને Thane સહિત 14 શહેરોમાં શરૂ થઇ હતી. ત્યારબાદ કંપનીએ આ સર્વિસને 3 અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ કંપનીએ આ યાદીમાં 3 અન્ય શહેરોને ઉમેર્યા. હવે કંપની કુલ 21 શહેરોમાં આ સર્વિસ ચલાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે