TCL એ લોન્ચ કર્યું વિટામીન સી પાવર્ડ AI અલ્ટ્રા ઈન્વર્ટર AC, જાણો કેવી છે ટેક્નોલોજી

એસી માટેની મુખ્ય થ્રી ઈન વન ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી માત્ર ડસ્ટ અને બેકટેરિયા જ હવામાંથી નહિં નીકળે, પરંતુ તેનાથી વપરાશકારની ત્વચાને ભીનાશની અસર પણ મળશે, જેનાથી ડ્રાયનેસ અટકશે.

TCL એ લોન્ચ કર્યું વિટામીન સી પાવર્ડ AI અલ્ટ્રા ઈન્વર્ટર AC, જાણો કેવી છે ટેક્નોલોજી

નવી દિલ્હી: વૈશ્વિક ટોપ-2 ટીવી બ્રાન્ડ ટીસીએલ ઈલેકટ્રોનિક્સ AI અલ્ટ્રા ઈન્વર્ટર (AI Ultra-Inverter) એર કન્ડીશનર્સનાં નવા આકર્ષણ સાથે બજારમાં આવી છે. બ્રાન્ડ દ્વારા એસી ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીસીએલ (TCL) એ તેનાં તિરુપતિ સ્થિત રૂ. 2400 કરોડનાં ઉત્પાદન પ્લાન્ટ વિશે પણ માહિતી આપી હતી. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8 મિલિયન 22-22 ઈચ ટીવી સ્ક્રીન્સ અને 30 મિલિયન 3.5-8 ઈંચ મોબાઈલ સ્ક્રીન્સ છે. મેઈડ ઈન ઈન્ડિયા ફિલ સૂફી માટે બ્રાન્ડનું આ એક મહત્વનું કદમ છે.

આ ડિવાઈસ સિલ્વર આયન અને ડસ્ટ ફિલ્ટર્સ (રૂમને વાયરસ ફ્રી અને એરક્લીન રાખવા) સાથે અને વધારામાં આવરણનાં એક વધારાનાં સ્તર તરીકે વિટામીન સી સાથે આવે છે. એસી માટેની મુખ્ય થ્રી ઈન વન ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી માત્ર ડસ્ટ અને બેકટેરિયા જ હવામાંથી નહિં નીકળે, પરંતુ તેનાથી વપરાશકારની ત્વચાને ભીનાશની અસર પણ મળશે, જેનાથી ડ્રાયનેસ અટકશે. આ એસીમાં ટીસીએલનાં પેટન્ડેડ ટાઈટન ગોલ્ડ ઈવેપોરેટર અને કન્ડેન્સર પણ છે. જે સપાટી પર ડસ્ટ અને ડર્ટને અટકાવીને સાધનનો જીવનગાળો લંબાવે છે.

નવા લોન્ચ અંગે માહિતી આ૫તા ટીસીએલનાં એરકન્ડીશન (Air Conditioner) બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું કે, અમારા સેફટી પ્રોટોકોલને અપડેટ કરવા જરૂરી છે, જેથી પોસ્ટ કોવીડ વિશ્વમાં સલામત જીવન અનુભવ મળી શકે. અમારા સ્માર્ટ એરકન્ડીશનર્સમાં લેટેસ્ટ અપડેટ તે આ જ દિશાનું પગલું છે. વિટામીન સી (Vitamin C) ફિલ્ટર્સ સાથે અમારા એસી ગ્રાહકોને અન્ય સુરક્ષાનું આવરણ પુરૂ પાડશે. કે જ્યારે ગ્રાહકો મોટાભાગનો સમય ઘરમાં જ વીતાવતા હોય છે.

આ બધામાં સૌથી ઊંચે તેનું હાઈ ફ્રિકવન્સી કોમ્પ્રેસર છે કે જે માત્ર 30 સેકન્ડની અંદર ટેમ્પ્રેચરને 27 ડિગ્રી સેલ્સીયસથી ઉતારીને 18 ડિગ્રી સુધી લાવી શકે છે. તેમાં AI અલ્ટ્રા ઈન્વર્ટર કોમ્પ્રેસર ટેકનોલોજી પણ છે, કે જે 50 ટકા સુધીની ઓછામાં ઓછી ઉર્જા બચત કરે છે. આ ડિવાઈસ ગુગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને ટીસીએલ હોમ એપને સપોર્ટ કરે છે. જેનાથી હેન્ડઝ ફ્રી કન્ટ્રોલ અને સ્માર્ટ ફોન અનુભવનો લાભ વપરાશકારને મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news