iPhone 15 Pro વિશે બજારમાં ચાલતી વાત અંગે સૌથી ખુલાસો! જાણીને ચોંકી ગયા ચાહકો
Apple iPhone 15 સિરીઝની જાહેરાત આવતા મહિને થવા જઈ રહી છે. જેમ જેમ ઇવેન્ટની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ફોન વિશે અફવાઓ અને અહેવાલો સામે આવવા લાગ્યા છે. આઇફોન 15 પ્રો મોડલની ચિપસેટ અપગ્રેડ અને મેમરી ક્ષમતા અંગે સંકેત આપતાં એક નવું લીક સામે આવ્યું છે.
Trending Photos
iPhone 15 Pro Leak: બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ ગઈ છે. હવે એક સ્માર્ટ ફોનમાં આખી દુનિયા સમાઈ ગઈ છે. એમ કહીએ કે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે તો પણ ચાલે. એવામાં સ્માર્ટ ફોનની દુનિયામાં એપલનો આઈફોન ખરીદવોએ એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. એમાંય જો વાત આઈફોનમાં સૌથી મોંઘા અને લેટેસ્ટ મોડલની હોય તો પછી પુછવું જ શું...પબ્લિક આજે આઈફોન 15 પ્રો...નું નામ સાંભળીને જ દિવાની જઈ જાય છે. ત્યારે Apple iPhone 15 અંગે મોટો ખુલાસો થયો છે, જાણીને તમે પણ ચોંકી જશો.
Apple iPhone 15 સિરીઝની જાહેરાત આવતા મહિને થવા જઈ રહી છે. હાલમાં જ અહેવાલો સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે Apple iPhone 15 સિરીઝ 13 સપ્ટેમ્બરે રજૂ કરશે. પરંતુ અત્યારે તે માત્ર અફવા છે. કંપનીએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. જેમ જેમ ઇવેન્ટની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ફોન વિશે અફવાઓ અને અહેવાલો સામે આવવા લાગ્યા છે. આઇફોન 15 પ્રો મોડલની ચિપસેટ અપગ્રેડ અને મેમરી ક્ષમતા અંગે સંકેત આપતાં એક નવું લીક સામે આવ્યું છે.
Tipster Unknownz21 એ ટ્વિટર પર દાવો કર્યો છે કે iPhone 15 Pro અને iPhone 15 Pro Max છ CPU અને GPU કોરો સાથે A17 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત થશે. અગાઉની પેઢીના A16 Bionicમાં છ CPU કોરો હતા, પરંતુ માત્ર પાંચ GPU કોરો હતા. આથી, નેક્સ્ટ જનરેશન પ્રોસેસર્સ પાસે વધારાનો GPU કોર હશે, જે ગેમિંગ અનુભવને વધારશે.
Tipster Unknownz21 એ નવા iPhone 15 Pro અને iPhone 15 Pro Max વિશે કેટલીક વધુ માહિતી શેર કરી છે. તેણે દાવો કર્યો છે કે A17 બાયોનિક ચિપસેટની ક્લોક સ્પીડ 3.46GHz થી વધીને 3.7GHz થશે. આ એક મોટો ફેરફાર છે, અને તેનો અર્થ એ છે કે નવું પ્રોસેસર પાછલા મોડલ કરતાં વધુ ઝડપી હશે. વધુમાં, A17 બાયોનિક ચિપસેટ વધુ અદ્યતન 3nm પ્રક્રિયા પર આધારિત હશે.
Tipster Unknownz21 એ દાવો કર્યો છે કે iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં 6GB LPDDR5 રેમ હશે. તેઓ એમ પણ કહે છે કે સેમસંગ અને માઇક્રોન રેમ મોડ્યુલ સપ્લાય કરશે. ટિપસ્ટર એવો પણ દાવો કરે છે કે 8GB RAM નો વધારો શક્ય છે, પરંતુ આ સમયે કંઈપણ કહેવું મુશ્કેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે