Tesla Model 3 ને ટક્કર આપવા આવી રહી છે આ ખૂબસુરત કાર, એકવાર ચાર્જ કરતાં દોડશે 480 કિમી

આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે. Volvo પોતાની Polestar 2 ને 2-3 અઠવાડિયામાં પ્રદર્શિત કરશે અને હાલ જાહેર કરવામાં આવેલા ટીઝરમાં આ કારનો ફકત પાછળનો ભાગ દેખાઇ રહ્યો છે. 
Tesla Model 3 ને ટક્કર આપવા આવી રહી છે આ ખૂબસુરત કાર, એકવાર ચાર્જ કરતાં દોડશે 480 કિમી

Volvo ની ઇલેક્ટ્રિક કાર Volo Polestar 2 પોતાની પ્રતિદ્વંદ્વી Tesla Model 3 ને ટક્કર આપવા આવી રહી છે. વોલ્વોએ પોતાની આ ઇલેક્ટ્રિક કારનો ફોટો ટીઝ કર્યો છે. તેનાથી લાગે છે કે Volvo Polestar 2 પ્રોડકશનની ખૂબ નજીક પહોંચી ગઇ છે. જોકે આ પહેલાં Volvo Polestar 1 હાઇબ્રિડને પ્રોડક્શન માટે મોકલવામાં આવશે જેનું ઉત્પાદન સંભવત: આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે. Volvo પોતાની Polestar 2 ને 2-3 અઠવાડિયામાં પ્રદર્શિત કરશે અને હાલ જાહેર કરવામાં આવેલા ટીઝરમાં આ કારનો ફકત પાછળનો ભાગ દેખાઇ રહ્યો છે. 

એકવાર ચાર્જ કરતાં દોડશે 480 કિમી
Volvo Polestar 2 એકવાર ચાર્જ કરતાં 480 કિમી દોડશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કાર 4 દરવાજાવાળી ફાસ્ટબેક બોડી ટાઇપ હોઈ શકે છે. તેની બેટરી 400 બીએચપી પાવર જનરેટ કરે છે અને તેની કિંમત પણ Tesla Model 3 ની આસપાસ હોઇ શકે છે.

Polestar 2 માં હશે Google Android HMI
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો Polestar 2 માં Google Android HMI આપવામાં આવી શકે છે. આ ગૂગલ આસિસ્ટેંટનું ઇન-કાર વર્જન હશે. આ કાર સંબંધિત વધુ જાણકારીઓ હજુ સુધી સામે આવી નથી પરંતુ નક્કી છે કે Tesla Model 3 ને આ આકરી ટક્કર આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news