Tesla Pi phone: જેને ચાર્જ કરવાની નહીં પડે જરૂર , સિમ વિના મળશે ઇન્ટરનેટ, જાણો ખરેખર આવશે આવો ફોન!

Tesla Phone: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સ્માર્ટફોન લોન્ચ કરવાના છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ વિષય પર કોઈને કોઈ પોસ્ટ જોવા મળે છે. આવી જ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે Elon Musk અને તેમની કંપની Tesla ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તો આ વાત સાચી છે કે ખોટી ચાલો જાણીએ.
 

Tesla Pi phone: જેને ચાર્જ કરવાની નહીં પડે જરૂર , સિમ વિના મળશે ઇન્ટરનેટ, જાણો ખરેખર આવશે આવો ફોન!

Tesla Phone: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સ્માર્ટફોન લોન્ચ કરવાના છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ વિષય પર કોઈને કોઈ પોસ્ટ જોવા મળે છે. આવી જ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે Elon Musk અને તેમની કંપની Tesla ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ ફોન છે Tesla Pi જેને નામ આપવામાં આવ્યું છે. ફેસબુક પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. 

એવી ચર્ચા પણ છે કે “Tesla Pi” સ્માર્ટફોન 2024 ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લાના આ ફોનમાં કેટલાક અનોખા ફીચર્સ હોઈ શકે છે જે હજુ સુધી અન્ય કોઈ સ્માર્ટફોનમાં જોવા મળ્યા નથી. તેના બે મુખ્ય ફિચર્સ વિશે ઘણી ચર્ચા છે - પ્રથમ ફિચર એ કે આ ફોન સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ચાર્જિંગ માટે પ્લગ ઇન કરવાની જરૂર રહેશે નહીં. બીજું આ ફોન ટેસ્લાના સ્ટારલિંક (Starlink) સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેથી તેનો ઉપયોગ વિશ્વમાં ગમે ત્યાં પૃથ્વીની બહાર, ચંદ્ર પર પણ થઈ શકશે.

કેટલી છે વાસ્તવિકતા

જો તમે પણ ટેસ્લાના (Tesla Pi phone)આવા ફોનની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે ન તો એલોન મસ્ક અને ન તો તેમની કંપની ટેસ્લાના કોઈ અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. જો કે પોસ્ટમાં એવી વાતો લખવામાં આવી છે જે લોકોને સાચી લાગી શકે છે. જેમ કે ફોનને સોલર ચાર્જિંગ ટેક્નોલોજીથી ચાર્જ (solar charging facility) કરી શકાય છે. વાસ્તવમાં, ટેસ્લા પહેલાથી જ સોલર પેનલ બનાવે છે, તેથી લોકો માની શકે છે કે ફોન પણ સોલર ચાર્જિંગ સુવિધા પ્રદાન કરતું કવર સાથે આવવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં સ્ટારલિંક સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. તેમાં સફળતા પણ મળી છે. આવા સંજોગોમાં વિશ્વાસ કરવો સરળ બની જાય છે.

ન્યુરોલિંક (Neuralink) અને ટેસ્લા એપ્લિકેશન એકીકરણ

કેટલીક પોસ્ટ્સમાં એવી અટકળો પણ કરવામાં આવી છે કે ટેસ્લાના ફોનમાં (Tesla Pi phone) ન્યુરાલિંક નામની બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીનો પણ સમાવેશ થઈ શકે છે, જે મગજ સાથે સીધો સંચાર કરી શકશે. મસ્કની ન્યુરાલિંક (Neuralink)કંપની આ પ્રકારના ન્યુરોન ઈમ્પ્લાન્ટ પર કામ કરી રહી છે, જેનાથી યુઝર ફોનને વિચારો સાથે કંટ્રોલ કરી શકશે. એ અલગ વાત છે કે એલોન મસ્કની ન્યુરાલિંકની તમામ ટેક્નોલોજી પ્રારંભિક સ્તરે છે.

ટેસ્લા એપ (Tesla app) પહેલેથી જ બજારમાં છે, જે ટેસ્લા કારને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. આ એપની મદદથી કારને લોકીંગ અને અનલોક, ટેમ્પરેચર કંટ્રોલ કરવા અને વાહનને કોલ કરવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એપની આ બધી વસ્તુઓને ફોનથી જ કંટ્રોલ કરી શકાશે.

વાસ્તવિકતા કેટલી છે, ભ્રમ કેટલો છે?
એલોન મસ્ક (Elon Musk) પોતે ખરેખર સ્માર્ટફોન લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. તેમનું કહેવું છે કે એપલ અને ગૂગલ જેવી મોટી ટેક જાયન્ટ્સ સામે સ્પર્ધા કરવાની જરૂર જણાશે તો જ આ દિશામાં પગલાં ભરવામાં આવશે. અગાઉના નિવેદનોમાં મસ્કએ (Elon Musk) સ્માર્ટફોનને "આવતી કાલની ટેકનોલોજી" તરીકે વર્ણવ્યો છે. જે શક્ય બનાવે છે કે તે સ્માર્ટફોનને કંઈક નવું સાથે બદલવાનું વિચારી શકે. પરંતુ આવનારા 50 વર્ષમાં આવો ફોન લાવવો શક્ય નથી જે સોશિયલ મીડિયા પોસ્ટમાં દર્શાવવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news