હવામાં ઉડશે કાર! આખી દુનિયાનું સપનું સૌથી પહેલાં પુરૂ કરશે ભારત, જાણો ક્યારે થશે લોન્ચ
દુનિયાભરના તમામ દેશ રસ્તા પર ગાડીઓની વધતી જતી સંખ્યાથી પરેશાન છે. ટ્રાફિકની સમસ્યા આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ભારતમાં દિલ્હી-મુંબઇ જેવા મોટા શહેરોમાં લગભગ દરરોજ ટ્રાફિક જામથી પરેશાન રહે છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરના તમામ દેશ રસ્તા પર ગાડીઓની વધતી જતી સંખ્યાથી પરેશાન છે. ટ્રાફિકની સમસ્યા આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ભારતમાં દિલ્હી-મુંબઇ જેવા મોટા શહેરોમાં લગભગ દરરોજ ટ્રાફિક જામથી પરેશાન રહે છે. એવામાં તમામના મગજમાં એક જ વાત આવે છે કે કદાચ કોઇ એવી કાર બને જે આકાશમાં ઉડે અને આપણને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવે. આ સપનાને હકિકતમાં બદલવા માટે દુનિયાની ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ લાગેલી છે.
ચેન્નઇમાં બનશે પ્રથમ હાઇબ્રિડ કાર!
ફ્લાઇંગ કાર બનાવવાનો પ્રયત્ન ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે Flying Cars લોન્ચ કર્યા થશે. જોકે ભારતમાં ચેન્નઇ બેસ્ડ કંપની Vinata Aeromobility દેશની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ગત મહિને સપ્ટેમ્બરમાં જ Vinata Aeromobility ના કોન્સેપ્ટ મોડલને સિવિલ એવિએશન મિનિસ્ટર (Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધિયાએ રિવ્યૂ કર્યું હતું. જોકે ગત મહિને વિનાતા એરોમોબિલિટીએ મંત્રીઓ સમક્ષ પોતાની ટૂ સીટર ફ્લાઇંગ ટેક્સીનો કોન્સેપ્ટ મોડલ રજૂ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે જો કંપનીને આ પ્રોજેક્ટમાં સફળતા મળી છે તો આ એશિયાની પ્રથમ ફ્લાઇંગ હાઇબ્રિડ કાર હશે.
ફ્લાઇંગ કારથી પૂરી થઇ શકશે ઘણી જરૂરિયાતો
તમને જણાવી દઇએ કે દુનિયાની ઘણી કંપનીઓ ગત ઘણા વર્ષોથી આ ફ્લાઇંગ કારને બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો આગામી સમયમાં ભારત અથવા કોઇબીજા ઘણા દેશ ફ્લાઇંગ કાર બનાવવામાં સફળ થાય છે તો આ દુનિયા માટે મોટી સફળતા થશે. આ ફ્લાઇંગ કારને મેડિકલ ઇમરજન્સી ઉપરાંત ટ્રાંસપોર્ટિંગ અને કારગોના કાણોમાં ઉપયોગ કરવામાં આવી શકશે. જોકે અત્યારે કહેવું સંભવ નથી કે આ ડ્રીમને પુરૂ કરવામાં કેટલો સમય લાગશે પરંતુ આ પ્રોજેક્ટ આખી દુનિયા માટે મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે