નવા વર્ષે TRAIએ આપી 'મોટી ભેટ', હવે ઓછી કિંમતમાં મળશે વધુ ચેનલ્સ

ગત ચોવીસ કલામાં રેલ અને હવાઇ મુસાફરી મોંઘી થવાના સમાચાર, પેટ્રોલ,ડીઝલ, એલપીજીના ભાવમાં વધારાની જાહેરાત બાદ એક સારા સમાચાર આવ્યા છે. હવે તમારે કેબલ ટીવી Cable TV અને ડીટીએચ (DTH) Direct to Home ના માસિક ભાડામાં ઘટાડો થવાનો છે.

નવા વર્ષે TRAIએ આપી 'મોટી ભેટ', હવે ઓછી કિંમતમાં મળશે વધુ ચેનલ્સ

નવી દિલ્હી: ગત ચોવીસ કલામાં રેલ અને હવાઇ મુસાફરી મોંઘી થવાના સમાચાર, પેટ્રોલ,ડીઝલ, એલપીજીના ભાવમાં વધારાની જાહેરાત બાદ એક સારા સમાચાર આવ્યા છે. હવે તમારે કેબલ ટીવી Cable TV અને ડીટીએચ (DTH) Direct to Home ના માસિક ભાડામાં ઘટાડો થવાનો છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઇ Telecom Regulatory Authority of India (TRAI) એ ફક્ત કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડરોને નવા પ્લાન લાગૂ કરવા માટે કહ્યું છે. ગ્રાહકોની દ્વષ્ટિએ તેને ફાયદાકારક માનવામાં આવે છે. 

ભાવમાં થશે ઘટાડો
ટ્રાઇ
ના નવા ટેરિફ અનુસાર હવે કેબલ અને ડીટીએચ ઓપરેટરોને 130 રૂપિયામાં 200 ચેનલ મફત આપવી પડશે. અત્યાર સુધી 130 રૂપિયા ફક્ત 100 ચેનલ જ ફ્રી મળતી હતી. સાથે જ 160 રૂપિયામાં ઓપરેટર તમને 500 ફ્રી ટૂ એર ચેનલ પુરી પાડશે. ઓથોરિટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઘરમાં બીજા ટીવી કનેક્શન માટે ફી ઓછી લેવી પડશે. બીજા ટીવી માટે 52 રૂપિયાની ફી વસૂલવામાં આવશે. 

15 જાન્યુઆરી સુધી થશે ફેરફાર
જાણકારી અનુસાર બ્રોડકાસ્ટર 15 જાન્યુઆરી સુધી પોતાની ચેનલના ભાવમાં ફેરફાર કરી દેશે. 30 જાન્યુઆરી સુધી ફરીથી તમામ ચેનલ રેટ પલ્બિશ થશે. બ્રોડકાસ્તરને 1 માર્ચથી નવા દર લાગૂ કરવા પડશે. ટ્રાઇએ ચેનલ માટે કેરિજ ફી 4 લાખ રૂપિયા નક્કી કરી છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રોડકાસ્ટૅર 19 રૂપિયાવાળા ચેનલ બુકેમાં નહી આપી શકે. 

ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિનાથી ટ્રાઇને કેબલ અને ડીટીએચની કિંમતોને લઇને ફરિયાદો મળી રહી હતી. તેના પર ગંભીરતા જોતાં ગત ઓગસ્ટ મહિનામાં ટ્રાઇએ બ્રોડકાસ્ટીંગ અને કેબલ સેવાઓના કાર્ડ પર ટેરિફ ઓર્ડરની સમીક્ષાનો નિર્ણય કર્યો હતો. લોકોની સલાહ લેવા માટે કંસલટેન્ટ પેપર (પરામર્શ પત્ર) જાહેર કરવામાં આવ્યો. વિભિન્ન ઘટકો અને સામાન્ય ગ્રાહકો પાસેથી મળી રહેલી સલાહોના આધારે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news