આ મહિને લોન્ચ થશે Vivo X60 સ્માર્ટ ફોન, ખરેખરમાં જોરદાર છે ફીચર્સ

એવું નથી કે આ વર્ષના તમામ લોન્ચ થયેલા સ્માર્ટ પોન બજારમાં આવી ચુક્યા છે. આ વર્ષના અંતના થોડા દિવસોમાં પણ સ્માર્ટફોન બજારમાં આવી શકે છે. ચીની મોબાઇલ નિર્માતા કંપનીએ નિર્ણય કર્યો છે

આ મહિને લોન્ચ થશે Vivo X60 સ્માર્ટ ફોન, ખરેખરમાં જોરદાર છે ફીચર્સ

નવી દિલ્હી: એવું નથી કે આ વર્ષના તમામ લોન્ચ થયેલા સ્માર્ટ પોન બજારમાં આવી ચુક્યા છે. આ વર્ષના અંતના થોડા દિવસોમાં પણ સ્માર્ટફોન બજારમાં આવી શકે છે. ચીની મોબાઇલ નિર્માતા કંપનીએ નિર્ણય કર્યો છે કે, તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X60ને આ વર્ષે જ લોન્ચ કરશે. આવો જાણીએ તેની લોન્ચિંગ ડેટ અને ફીચર્સ...

અમારી સહયોગી વેબસાઈટ bgr.in અનુસાર Vivo X60 સિરીઝ 29 ડિસેમ્બરના લોન્ચ થશે. તેની સિરીઝમાં કંપની ત્રણ સ્માર્ટ ફોન Vivo X60, Vivo X60 Pro અને Vivo X60 Pro+ને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટ ફોન સિરીઝ 29 ડિસેમ્બરના સાંજે 7.30 વાગ્યે (લોકલ સમયાનુસાર) લોન્ચ થશે. કંપનીએ આ સિરીઝનો એક પ્રોમો પણ શરે કર્યો છે. જેમાં સ્માર્ટ ફોનની ડિઝાઈનને ફ્લોન્ટ કરી છે.

Vivo X60ના ફીચર્સ
લાઇન-અપને સેકેન્ડ જનરેશન micro-gimbal stabilization મળશે, જે ZEISS optics દ્વારા આપવામાં આવશે. જ્યાં Vivo X60 અને X60 Proના કેમેરા સ્પેસિફિકેશન્સ લીક થઈ ચુક્યા છે. ત્યારે X60 Pro Plus સ્માર્ટફોનના કેમેરા સ્પેસિફિકેશન્સ વિશે કોઈ જાણકારી સામે આવી નથી રિપોર્ટનું માનીએ તો X60માં ટ્રિપલ રિયર અને X60 Proમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. લીક્સના અનુસાર X60માં  48MP camera, 13MP ultrawide અને 13MP portrait લેન્સ મળે છે. ત્યારે પ્રો વેરિએન્ટમાં પણ આ કોન્ફિગ્રેશન મળે છે, માત્ર 8MP periscope zoom લેન્સ વધી જશે.

વીવો પોતાનો X60 સ્માર્ટફોન 8 GB RAM + 128 GB સ્ટોરેજ અને 8 GB RAM + 256 GB સ્ટોરેજ વિકલ્પમાં લોન્ચ કરી શકે છે. આ સિવાય, આ સ્માર્ટફોનને ત્રણ રંગ વિકલ્પોમાં blue gradient, black, અને shimmer લોંચ કરી શકાય છે. બીજી બાજુ, કંપની તેના પ્રો વેરિએન્ટ્સને ફક્ત 12 GB RAM + 256 GB સ્ટોરેજના ફક્ત એક જ વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન બ્લુ ગ્રેડિએન્ટ અને બ્લેક બે રંગમાં આવી શકે છે.

બંને સ્માર્ટફોનમાં 1120Hzનું 6.55-inch AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે, જે ટોપ સેન્ટરના સેલ્ફી કેમેરા કટઆઉટ સાથે આવી શકે છે. જ્યારે આપણે X60માં ફ્લેટ સ્ક્રીન જોવા મળશે. તો પ્રો વેરિઅન્ટમાં કર્વ્ડ એઝવાળી ડિસ્પલે મળી શકે છે. સેમસંગનું નવું Exynos 1080 પ્રોસેસર બંને ડિવાઇસમાં આપી શકાય છે. આ સિવાય વેનીલા વર્ઝનમાં કંપની 4300 mAhની બેટરી આપી શકે છે, જ્યારે પ્રો વેરિઅન્ટમાં 4200 mAhની બેટરી મળી શકે છે. આ સ્માર્ટફોન 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. સ્માર્ટફોનના પ્લસ વેરિઅન્ટ Snapdragon 888 પ્રોસેસર અને કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news