Corona Vaccine: ખુશીના સમાચાર! 28 ડિસેમ્બરે દિલ્હી આવશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો


Corona Vaccine News: દેશમાં જલદી કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનેશન શરૂ થવાનું છે. 28 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો દિલ્હી પહોંચશે. મહત્વનું છે કે ભારતમાં કોરોના રસીકરણ માટે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. 
 

Corona Vaccine: ખુશીના સમાચાર! 28 ડિસેમ્બરે દિલ્હી આવશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના ખાત્મા માટે કેન્દ્ર સરકારે કમર કરી છે અને જલદી લોકોમાં કોરોના વેક્સિન લગાવવાનું શરૂ કરવામાં આવશે. 28 ડિસેમ્બરે દિલ્હીમાં કોરોના વેક્સિન (Corona Vaccine In India)નો પ્રથમ જથ્થો આપવાનો છે. મહત્વનું છે કે દેશમાં કોરોના વેક્સિનની તૈયારી ચાર અલગ-અલગ કંપનીઓ કરી રહી છે. થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે જલદી દેશમાં કોરોના વેક્સિન લગાવવામાં આવશે. 

દિલ્હી એરપોર્ટના સીઈઓએ આપી ખુબખબર
દિલ્હી એરપોર્ટના સીઈઓ વિદેહ કુમાર જયપુરિયાએ આ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, '28 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવશે. અમે 80 લાખ વિયાલ એક દિવસમાં હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ.' ભારતમાં કોવિશીલ્ડ વેક્સિન (Covishield Vaccine Update)ની ટ્રાયલ ઘણા સમયથી ચાલી રહી હતી અને આ વેક્સિન રેસમાં સૌથી આગળ છે. 

કેન્દ્ર સરકારની વેક્સિનને લઈને મોટી તૈયારી
કેન્દ્રએ રાજ્ય સરકારોને સાથે લઈને ચાર મહિના પહેલા કોવિડ રસીકરણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાજ્ય, જિલ્લા અને બ્લોક લેવલ પર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. માસ્ટર ટ્રેનર્સને ટ્રેનિંગ આપવામાં આવી છે જે દેશભરમાં કોવિડ રસીકરણમાં સામેલ વોલેન્ટિયર્સને ટ્રેન કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પ્રમાણે 260 જિલ્લામાં 20,000થી વધુ લોકોને ટ્રેનિંગ મળી ચુકી છે. 

વેક્સિન ડિલિવરીનું રિયલ-ટાઇમમાં મોનિટરિંગ થશે
Co-WIN નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેમાં કોવિડ-19 વેક્સિનની ડિલિવરીનું રિયલ ટાઇમ મોનિટરિંગ થશે. તેની મોબાઇલ એપ પણ ડેવલોપ કરવામાં આવી છે. હર્ષવર્ધને કહ્યુ, Co-WIN ને એવા પ્લેટફોર્મની જેમ ડેવલોપ કરવામાં આવ્યું છે જ્યાં વેક્સિનને તેના તાપમાન સાથે ટ્રેક કરવામાં આવશે. તે સંભવિત લાભાર્થીની પણ ત્યાં સુધી માહિતી રાખશે જ્યાં સુધી તેને બીજો ડોઝ ન મળી જાય અને સર્ટિફિકેટ જનરેટ ન થાય. 

જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ
દેશભરમાં 28થી 29 હજાર વચ્ચે કોલ્ડ ચેન પોઈન્ટ છે, જેને સ્ટ્રીમલાઇન કરવામાં આવી રહ્યાં છે. મંત્રી પ્રમાણે સરકાર જાન્યુઆરીથી લોકોમાં રસી લગાવવાનું શરૂ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news