વીવોનો ધમાકો, શાનદાર ફીચર્સની સાથે Vivo V21e 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Vivo V21e 5G ને ભારતમાં 8 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 24,990 રૂપિયા છે.

વીવોનો ધમાકો, શાનદાર ફીચર્સની સાથે Vivo V21e 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ Vivo V21e 5G Launch Price Specifications India: પોપ્યુલર સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ બજેટ 5G સેગમેન્ટમાં વધુ એક શાનદાર સ્માર્ટફોન Vivo V21e 5G લોન્ચ કર્યો છે, જે લુક અને ફીચર્સના મામલામાં ખુબ જબરદસ્ત છે. વીવો વી21ઈ ને ભારતમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળો ડ્યુઅલ રિયર કેમેરા, 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, 44 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળી 4,000mAh બેટરી છે અને મોટી ડિસ્પ્લે સહિત ઘણા ફીચર્સની સાથે રજૂ કરવામાં આવ્યો છે. વીવોના બાકી મિડ રેન્જ સ્માર્ટફોનની જેમ વીવો વી21ઈ પણ ખુબ પાતળો અને વજનમાં હળવો છે. ભારતમાં બજેટ 5જી સ્માર્ટફોન્સની બમ્પર ડિમાન્ડ વચ્ચે વીવો પણ પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવાની છે. 

કિંમત, ઓફર અને ઉપલબ્ધતા
Vivo V21e 5G ને ભારતમાં 8 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 24,990 રૂપિયા છે. ડાર્ક પર્લ અને સનસેટ જૈજ કલર ઓપ્શનમાં લોન્ચ થયેલા આ ફોનને તમે વીવોના ઓનલાઇન સ્ટોરની સાથે એમેઝોન, ફ્લિપકાર્ટ, બજાજ ફિનસર્વ ઈએમઆઈ સ્ટોર પર 30 જૂનથી ખરીદી શકશો. 

આવનારા દિવસોમાં ટાટા ક્લિક અને પેટીએમ પર પણ તેનું વેચાણ શરૂ થશે. આ ફોન પર તમને બેન્ક ઓફર અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શનનો પણ લાભ મળશે. જો તમે વીવો ઈન્ડિયા સ્ટોર પર એચડીએફસી ક્રેડિટ ડેબિટ કાર્ડથી આ ફોનને ખરીદશો તો તમને 2500 રૂપિયાનું કેશબેક મણળે. આ ફોનની ખરીદી પર તમને 1000 રૂપિયાનું એમેઝોન વાઉચર પણ મળી જશે. 

જાણો શું છે ફોનની ખાસિયત
Vivo V21e 5G ની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.44 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 1080x2400 પિક્સલ છે. Android 11 બેસ્ટ Funtouch OS 11.1 થી લેસ આ ફોનમાં MediaTek Dimensity 700 SoC પ્રોસેસર લાગેલું છે. આ ફોનને 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની સથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 4,000mAh ની બેટરી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. વીવોનો દાવો છે કે તે ઝીરોથી 72 ટકા ચાર્જ થવામાં માત્ર 30 મિનિટ લાગે છે. વીવો વી21ઈ માં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાની સાથે 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળો ડ્યુઅલ કેમેરો છે, જેનો સેકેન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો છે અને તે અલ્ટ્રાવાઇડ ફીચરની સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news