Vi એ લોન્ચ કર્યો ધમાકેદાર Plans, 31 દિવસની વેલિડિટી સાથે મળશે કમાલના બેનિફિટ્સ

પ્રાઇવેટ ટેલીકોમ કંપની વોડાફોન આઇડિયાએ તાજેતરમાં જ પાંચ નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. જ્યાં બે પ્લાન્સ ડેટા વાઉચર્સ છે, બાકી ત્રણ રિચાર્જ પ્લાન છે જેમાં તમને ઘણા બધા કમાલના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે.

Vi એ લોન્ચ કર્યો ધમાકેદાર Plans, 31 દિવસની વેલિડિટી સાથે મળશે કમાલના બેનિફિટ્સ

Vi Launches Prepaid Plans worth Rs 98, Rs 195, Rs 319: પ્રાઇવેટ ટેલીકોમ કંપની વોડાફોન આઇડિયાએ તાજેતરમાં જ પાંચ નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. જ્યાં બે પ્લાન્સ ડેટા વાઉચર્સ છે, બાકી ત્રણ રિચાર્જ પ્લાન છે જેમાં તમને ઘણા બધા કમાલના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. જ્યાં ડેટા વાઉચર્સ 29 અને 39 રૂપિયા છે જ્યારે બાકી ત્રણ પ્લાન્સ 98, 195 રૂપિયા અને 319 રૂપિયા છે. આવો આ પ્લાન્સ વિશે જાણીએ...

Vi નો 319 રૂપિયાવાળો પ્લાન
વોડાફોન આઇડિયાના આ 319 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 એમએસએસ, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને કુલ મળીને 2GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને 195 રૂપિયાવાળા પ્લાનની માફક વીઆઇ મૂવીઝ એન્ડ ટીવી એપનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે. આ પ્લાન કંપનીના ખાસ બિંજ ઓલ નાઇટ, વીકેંડ ડેટા રોલોવર અને દર મહિને 2GB એકસ્ટ્રા બેકઅપ ડેટા બેનિફિટ્સ સાથે આવે છે. 

Vi નો 195 રૂપિયાવાળો પ્લાન
Vi ના આ પ્લાનમાં તમને કુલ મળીને 2GB હાઇ-સ્પીડ ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને કુલ 300 એસએમએસની સુવિધા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. અને તેમાં તમને વીઆઇ મૂવીઝ એન્ડ ટીવી એપનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. 

Vi નો 98 રૂપિયાવાળો પ્લાન
વોડાફોન આઇડિયાના 98 રૂપિયાની કિંમતવાળા પ્લાનમાં તમને 15 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને 200MB ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે અને સાથે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં બીજા ઘણા બેનિફિટ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news