શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ? અહીં જાણો જવાબ

Expiry Date Of Smartphone: માર્કેટમાંથી ખરીદેલી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે, એટલે કે થોડા સમય પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેની એક્સપાયરી ડેટ શું છે અને તેનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાય.

શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ? અહીં જાણો જવાબ

Expiry Date Of Smartphone: સ્માર્ટફોન આજે આપણા જીવનનો ખુબ જ જરૂરી ભાગ બની ગયો છે. આજે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા માટે જ નહીં પરંતુ ફોટો શેર કરવા, ખાવાનો ઓર્ડર આપવા અને ટિકિટ બુક કરાવવા માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઇએ કે તમારા સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ શું છે અને તમારે નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ. 

સ્માર્ટફોન એક ઈલેક્ટ્રોનિક ડિવાઇસ છે. સ્માર્ટફોનની બેટરીમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક સમય પછી સમાપ્ત થઈ જાય છે. પરંતુ અહીં વાત સ્માર્ટફોનની એક્સપાયરી વિશે ચાલી રહી છે. સ્માર્ટફોનની બેટરી બદલી શકાય છે.

એક્સપાયરી ડેટ શું છે? જ્યાં સુધી સ્માર્ટફોનનો સવાલ છે, તમે ભલે ગમે તેટલો ઉપયોગ કરો, તે એક્સપાયર થતો નથી. વાસ્તવમાં સ્માર્ટફોનની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ કેટલાક એવા કારણો છે જેના કારણે સ્માર્ટફોન ખરાબ થઈ જાય છે, પછી ભલે તમે તેનો એક દિવસ પણ સારી રીતે ઉપયોગ ન કર્યો હોય.

સ્માર્ટફોનની લાઈફ કેટલી હોય છે? જો તમે બ્રાન્ડેડ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તે તમને ઘણી મુશ્કેલી વિના દાયકાઓ સુધી સાથ આપશે. જોકે, સ્માર્ટફોન બનાવતી કંપનીઓ હોંશિયાર બની ગઈ છે. આજકાલ કંપનીઓ 2-3 વર્ષ પછી સ્માર્ટફોનમાં સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દે છે. કંપનીઓ બે-ત્રણ વર્ષ પછી એસેસરીઝ બનાવવાનું પણ બંધ કરી દે છે.

સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? વાસ્તવમાં તે તમારા પર નિર્ભર છે કે તમે ક્યારે તમારો સ્માર્ટફોન બદલવા માંગો છો. ઘણા લોકો સ્માર્ટફોન બદલી નાખે છે અને 3 થી 4 મહિનામાં માર્કેટમાં આવેલ નવો સ્માર્ટફોન ખરીદે છે. પણ જો જોવામાં આવે તો એમાં કશો અર્થ નથી. આમ કરવાથી તમારું બજેટ પણ બગડે છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધી સ્માર્ટફોન વાપરી શકાય તેવો છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો, ફોનની ખરાબ બેટરી અને સ્ક્રીનને બદલી શકાય છે.

આ પણ વાંચો:
વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, જુઓ લિસ્ટ
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news