WhatsApp એ ભારતના યુઝર્સને આપ્યો સૌથી મોટો ઝટકો, 20 લાખ લોકોના એકાઉન્ટ કર્યા બેન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તમામ લોકોનો ઉપયોગ કરે છે અને આવી સ્થિતિમાં તેમની કંપનીઓએ કેટલીક કડક નીતિઓ તૈયાર કરી છે જેથી તમામ યુઝર્સની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તમામ લોકોનો ઉપયોગ કરે છે અને આવી સ્થિતિમાં તેમની કંપનીઓએ કેટલીક કડક નીતિઓ તૈયાર કરી છે જેથી તમામ યુઝર્સની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે. જો કોઈ યુઝર્સ આ નીતિઓની વિરૂદ્ધ જાય છે, તો આ કંપનીઓ તેમની સામે પગલાં લે છે. તાજેતરમાં જ વોટ્સએપે ભારતમાં એક મહિનામાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો...
વોટ્સએપે પ્રતિબંધ કર્યા લાખો એકાઉન્ટ્સ
રિપોર્ટ અનુસાર, વોટ્સએપે ઓગસ્ટ 2021 મહિનામાં ભારતમાં લગભગ 20 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે તેના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં કંપનીને 420 ફરિયાદો મળી છે અને કુલ મળીને વોટ્સએપે 20,70,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. 16 જૂનથી 31 જુલાઈ વચ્ચે વોટ્સએપે 594 ફરિયાદો નોંધાવી અને 30 લાખથી વધુ ભારતીય ખાતા બ્લોક કર્યા.
Air India પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું- અધિગ્રહણ પર નથી લીધો કોઈ નિર્ણય
આ પગલાં પાછળનું કારણ
વોટ્સએપે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેણે જેટલા એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે તેમાંથી 95 ટકા એકાઉન્ટ પાઠળનું કારણ તે એકાઉન્ટ તરફથી આવતા સ્પામ મેસેજ છે. જો વૈશ્વિક સ્તર પર જોઈએ તો વોટ્સએપે એક મહિનામાં લગભગ 8 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, હવે કર્યું આ કામ કે...
WhatsApp કેવી રીતે રાખે છે યુઝર્સનું ધ્યાન
વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે તેમની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન નીતિને કારણે, તેઓ યુઝર્સના સંદેશાઓ જોઈ શકતા નથી અને યુઝર્સની સુરક્ષાની કાળજી રાખવા માટે, એકાઉન્ટ્સમાંથી મળથા સિગ્નલો, એન્ક્રિપ્શન વગર કામ કરતા ફીચર્સ અને યુઝર્સ રિપોર્ટ્સ વગેરે સમજીને તેઓ પ્રતિબંધનો નિર્ણય લે છે.
ફેસ્ટિવલ ઓફર! 3 ઓક્ટોબરથી આ વસ્તુની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, જલદી કરો
તમને જણાવી દઇએ કે, ભારતે જાહેર કર્યા નવા આઇટી નિયમોના કારણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની દર મહિને એક કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવી રડે છે. જેમાં તેને તમામ આંકડાઓની વાત કરવી જરૂરી છે જેનાથી જાણી શકાય છે કે, પ્લેટફોર્મને કેટલી ફરિયાદ નોંધવામાં આવી છે અને કેટલા ચુઝર્સ સામે કાર્યાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે