WhatsApp એ તેના ફીમેલ યૂઝર્સને આપી જબરદસ્ત ભેટ! આ નંબર સેવ કરી લો....નહીં તો પસ્તાશો

WhatsApp Bol Behen: ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. જેનાથી તેમને પ્લેટફોર્મ પર સતત મજેદાર ચેટિંગ ઓપ્શન્સ મળતા રહે. 

WhatsApp એ તેના ફીમેલ યૂઝર્સને આપી જબરદસ્ત ભેટ! આ નંબર સેવ કરી લો....નહીં તો પસ્તાશો

WhatsApp Bol Behen: ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. જેનાથી તેમને પ્લેટફોર્મ પર સતત મજેદાર ચેટિંગ ઓપ્શન્સ મળતા રહે. આ વખતે વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવું AI ચેટબોટ લોન્ચ કર્યું છે. બોલ બહેન નામનું આ ચેટબોટમાં વોટ્સએપની મહિલા યૂઝર્સ કિશોરાવસ્થામાં થઈ રહેલા શારીરિક ફેરફાર અને પોતાના હેલ્થ સંબંધિત તમામ સવાલોની માહિતી મેળવી શકશે. 

ગર્લ ઈફેક્ટ સાથે કરી ભાગીદારી
વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને આ ફીચર આપવા માટે ગર્લ ઈફેક્ટ સાથે ભાગીદારી કરી છે. આ ચેટબોટને એવી રીતે તૈયાર કરાયું છે કે મહિલાઓને હેલ્થ સંબંધિત તમામ જાણકારીઓની સાથે જ કિશોરાવસ્થાની છોકરીઓ કે જેમને સામાન્ય રીતે કઈ પણ પૂછતા શરમ આવતી હોય છે તે પણ તમામ સવાલ પૂછી શકે છે. આ ચેટબોટમાં કિશોરાવસ્થામાંથી પસાર થતી છોકરીઓ અલગ અલગ ટોપિક પર અનેક સવાલ પૂછી શકે છે. 

WhatsApp ने महिलाओं को दिया शानदार तोहफा! इस नंबर से आएगा 'Bol Behen' का मैसेज और मिलेंगी कई जानकारियां

આ નંબર પર મળશે સર્વિસ
બોલ બહેન (Bol Behen) ચેટબોટનો ઉપયોગ કરવા માટે વોટ્સએપના મહિલા યૂઝર્સે વોટ્સએપ પર +917304496601 નંબર પર 'Hi' મોકલવાનું રહેશે. આ લિંક  (https://wa.me/917304496601) પર ક્લિક કરવાનું રહેશે. 

કોને થશે ફાયદો
વોટ્સએપ  બિઝનેસ પ્લેટફોર્મ પર નિર્મિત, AI ચેટબોટ (Bol Behen) હિંગ્લિશમાં 24/7 ઉપલબ્ધ છે. તે ભારતના તે હિન્દી બેલ્ટના કિશોર છોકરીઓ અને યુવા મહિલાઓને સર્વિસ આપવા માટે બનાવવામાં આવ્યું છે જે સામાન્ય રીતે ઈન્ટરનેટનો ખુબ જ મર્યાદિત ઉપયોગ કરે છે. 

આ રીતે કામ કરે છે  Bol Behen ચેટબોટ
વોટ્સએપ પર  Bol Behen  ચેટબોટ લિમિટેડ યૂઝર્સ માટે રજૂ કરાયું છે અને તેનો ઉપયોગ હાલ બીટા વર્ઝન ઉપર જ થઈ શકે છે. સારી વાત એ છે કે  Bol Behen ચેટબોટ મોબાઈલ અને વેબ વર્ઝન એમ બંને જગ્યાએ ઉપલબ્ધ થશે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ચેટબોટનો નંબર સેવ કરવાનો રહેશે. ત્યારબાદ 'Hi' મોકલવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news