WhatsApp એ પૂરી કરી કરોડો યૂઝર્સની માંગ, ટૂંક સમયમાં આવી રહ્યું છે અદ્ભુત ફીચર
WhatsApp પોતાના 50 કરોડથી વધુ યૂઝર્સ માટે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વોટ્સએપના આ ફીચરની યૂઝર્સ લાંબા સમયથી ડિમાન્ડ કરી રહ્યાં હતા. આ ફીચર આવ્યા બાદ એપનો લુક અને ડિઝાઇન યૂઝર્સના કંટ્રોલમાં હશે.
Trending Photos
નવી દિલ્હીઃ WhatsApp પોતાના કરોડો યૂઝર્સ માટે સમય-સમય પર નવા ફીચર્સ સામેલ કરતું રહે છે. મેટાની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વિશ્વમાં ખુબ લોકપ્રિય છે. કંપનીએ થોડા સમય પહેલા ક્રોસ મેસેજિંગ ફીચરને એપમાં સામેલ કર્યું છે. હવે કંપની વધુ એક ફીચર્સ પર કામ કરી રહી છે, જેની માંગ યૂઝર્સ ખુબ લાંબા સમયથી કરી રહ્યાં હતા. કંપની ડિફોલ્ટ ચેટ થીમ ફીચરમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવું ફીચર આવ્યા બાદ યૂઝર્સની પાસે એપની થીમ બદલવા માટે ઘણા કલર ઓપ્શન હશે.
ડિફોલ્ટ થીમ ફીચર
WhatsApp આ સિવાય એપમાં ચેટ મેસેજ બબલ સાથે જોડાયેલ વધુ એક ફીચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપનું આ ફીચર લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. Android યૂઝર્સને વોટ્સએપનું આ નવું ફીચર જલ્દી મળવાની સંભાવના છે. WABetaInfo ના નવા રિપોર્ટ પ્રમાણે આ ચેટ ડિફોલ્ટ થીમવાળા ફીચરને એન્ડ્રોયડના લેટેસ્ટ બીટા વર્ઝન 2.24.17.19 માં જોવા મળ્યું છે. થોડા સમય પહેલા વોટ્સએપનું આ ફીચર iOS ના બીટા વર્ઝન માટે પણ લાવવામાં આવ્યું હતું.
📝 WhatsApp beta for Android 2.24.17.19: what's new?
WhatsApp is working on a new default chat theme feature, and it will be available in a future update!https://t.co/Nrn24RBqVu pic.twitter.com/7dIDW8WsN1
— WABetaInfo (@WABetaInfo) August 14, 2024
WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ પ્રમાણે યૂઝર્સને એપમાં હવે ચેટ થીમ સેટિંગ્સમાં એક નવો ઓપ્શન મળવાનો છે, જેમાં યૂઝર્સને આપવામાં આવેલા કલરમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળશે. ત્યારબાદ યૂઝર્સના મેસેજ બબલના કલરની સાથે-સાથે એપની ડિફોલ્ટ થીમ પણ બદલાઈ જશે. પરંતુ સ્ક્રીનશોટમાં એપના કોઈ કલરને દેખાડવામાં આવ્યો નથી.
થઈ રહ્યું છે ટેસ્ટિંગ
વોટ્સએપનું આ નવું ફીચર હજુ પણ ડેવલોપમેન્ટ ફેઝમાં છે, જેનો મતલબ છે કે આવનાર સમયમાં તેને વધુ ટેસ્ટ માટે બીટા યૂઝર્સને આપવામાં આવશે. આ ફીચર એપની સાથે-સાથે મેસેજ બબલનો કલર પણ બદલી દેશે. વોટ્સએપનું આ ડિફોલ્ટ થીમ ફીચર મેટાના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની જેમ કામ કરશે, જેમાં યૂઝર્સની પાસે દરેક કન્વર્સેશન માટે ડિફોલ્ટ થીમ અને મેસેજ બબલનો વિકલ્પ મળે છે. પરંતુ વોટ્સએપના આ નવા ફીચર વિશે અત્યારે વધુ જાણકારી આપી શકાય નહીં. તેના રોલઆઉટ થયા બાદ તેના વિશે વધુ જાણકારી ઉપલબ્ધ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે