કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે PM મોદી? જાણો કયા ફીચર્સથી છે લેસ
Prime Minister Narendra Modi Smartphone: પ્રધાનમંત્રી મોદી જે ફોન ચલાવે છે તે એક સરકારી સ્તરનો હાઈ સિક્યોરિટી ફોન છે. આ ફોનનું નામ રૂદ્રા જણાવવામાં આવે છે.
Trending Photos
Prime Minister Narendra Modi Smartphone: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસાધારણ વસ્તુનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. પીએમ મોદીને ટેક્નોલોજી સાથે ખુબ લગાવ છે, જેનાથી તે ઘણીવાર સેલ્ફી લેતા પણ જોવા મળ્યા છે. તેવામાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે પીએમ નરેન્દ્ર મોદી કયો સ્માર્ટફોન ચલાવતા હશે. મહત્વનું છે કે પીએમ મોદીની પાસે જે ફોન છે તે ખુબ એડવાન્સ તકનીકની સાથે ખાસ પીએમ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે આ ફોનને ટ્રેસ કે હેક ન કરી શકાય. આવો જાણીએ આ ફોનની ખાસિયતો...
કયો ફોન વાપરે છે પીએમ મોદી
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી મોદી જે ફોન ચલાવે છે તે એક સરકારી સ્તરનો હાઈ સિક્યોરિટી ફોન છે. આ ફોનનું નામ રૂદ્રા જણાવવામાં આવે છે. આ હાઈ સિક્યોરિટીવાળા ફોનને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યો છે. સાથે આ એન્ડ્રોયડ ફોન છે જેમાં એક ખાસ સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. તો આ ફોન ખુબ સુરક્ષિત અને એડવાન્સ સેફ્ટી ફીચર્સથી પણ લેસ છે.
આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરવા માટે સેટેલાઈટ કે RAX ફોનનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આ ફોન મોબાઈલ હેન્ડસેટ્સથી ખુબ અલગ હોય છે. સાથે આ ફોન મિલિટ્રી ફ્રીક્વેન્સી બેન્ડ પર કાર્ય કરવામાં સક્ષમ છે. એટલું જ નહીં આ ફોનને કોઈ ટ્રેસ કે હેક કરી શકે નહીં.
કયો છે ખાનગી ફોન
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ક્યારેક-ક્યારેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અંગત ફોનનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ ફોન વિશે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. પરંતુ પીએમ મોદીની પાસે પાછલા વર્ષે નવો સરકારી ફોન આવ્યો છે જેનું નામ રૂદ્રા 2 છે. આ ફોન રૂદ્વાના મુકાબલે વધુ એડવાન્સ અને હાઈ સિક્યોરિટી ફીચર્સથી લેસ છે. આ ફોનમાં ઇન-બિલ્ટ સિક્યોરિટી ચિપ પ્રદાન કરવામાં આવી છે. તેની મદદથી તે સાઇબર હુમલાને પ્રોટેક્ટ કરે છે. સાથે તેમાં એક વિશેષ ઓપરેટિંગ સિસ્ટમ પણ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે