World Hearing Day: કાનમાં સતત ભુંગળા ભરાવી રાખતા હોય તો ચેતજો, આ ખતરા વિશે જાણો

World Hearing Day 2023: ફ્રાન્સની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચે ગયા વર્ષે એક અભ્યાસ કર્યો હતો. જે અનુસાર મોટી સંખ્યામાં લોકો હેડફોન લગાવવાને કારણે બહેરાપણાનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ હેડફોનનો વધુ પડતો ઉપયોગ છે.

World Hearing Day: કાનમાં સતત ભુંગળા ભરાવી રાખતા હોય તો ચેતજો, આ ખતરા વિશે જાણો

World Hearing Day 2023: ઈયરફોનનો ઉપયોગ તમારી સાંભળવાની ક્ષમતાને ઘટાડી શકે છે, કેવી રીતે કરશો બચાવ? જાણો વિગતવાર તમામ માહિતી. 3 માર્ચને વર્લ્ડ હિયરિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. ઈયરફોન અને ઈયરબડ્સનાં વધુ પડતા ઉપયોગને કારણે સાંભળવાની ક્ષમતા પર અસર થઈ રહી છે. જેનાથી બચવું જરૂરી છે. મેટ્રો, બસ, ટ્રેન અને ફ્લાઈટમાં લોકો મોટી સંખ્યામાં હેડફોન લગાવીને મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે હેડફોન લગાવીને સતત મ્યુઝિક સાંભળવું આપણા કાન માટે જોખમી સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી મોટા અવાજમાં મ્યુઝિક સાંભળવાથી વ્યક્તિ બહેરાશ જેવી સંભીર સમસ્યાનો ભોગ બની શકે છે. આ અંગે ઘણા અભ્યાસ પણ થઈ ચૂક્યા છે. 

ઈયરફોનથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે-
ફ્રાન્સની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચે ગયા વર્ષે એક અભ્યાસ કર્યો હતો. જે અનુસાર મોટી સંખ્યામાં લોકો હેડફોન લગાવવાને કારણે બહેરાપણાનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ હેડફોનનો વધુ પડતો ઉપયોગ છે. આ ઉપરાંત બગડતી લાઈફસ્ટાઈલ, સામાજિક અલગાવ અને ડિપ્રેશનને કારણે પણ બહેરાશની સમસ્યા વધી રહી છે. આ અભ્યાસમાં 18થી 75 વર્ષનાં 1.86 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દુનિયાભરમાં હાલ 150 કરોડ જેટલાં લોકો સાંભળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2050 સુધી આ આંકડો 250 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે.

ઈયરફોનના ઉપયોગ વખતે આ બાબતોનું ધ્યાન રાખો-

60/60 રુલનું પાલન કરવું જરૂરી-
આ નિયમનો હેતુ તમારા કાનને આરામ આપવાનો હોય છે. જે લોકો હેડફોન લગાવીને કામ કરે છે કે જેમને કોઈ કારણસર લાંબા સમય સુધી હેડફોન લગાવી રાખવા પડે છે, તેમણે કાન માટે આ રૂલ જરૂર અપનાવવો જોઈએ. જેમાં તમારે તમારા ડિવાઈસનાં વોલ્યુમને 60 ટકાથી વધુ નથી રાખવાનો અને હેડફોનનો ઉપયોગ લાંબા સમય માટે કરી રહ્યા છો તો દર 60 મિનિટ બાદ કાનને આરામ આપવાનો છે.

હેડફોનને સાફ રાખવા જરૂરી-
કાનનાં સ્વાસ્થ્યને જાળવવા અને ઈન્ફેક્શનનાં જોખમથી બચવા હેડફોનની સફાઈ જરૂરી છે. હેડફોનની સફાઈ દરમિયાન ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેનું નોઝલ પલળી ન જાય. આમ થવાથી તેની સાઉન્ડ ક્વોલિટી ખરાબ થાય છે. જેમ આપણા કાનમાં વેક્સ જમા થાય છે, તેમ હેડફોનની અંદર પણ વેક્સ જમા થાય છે, જેને સમયાંતરે સાફ કરતાં રહેવું જરૂરી છે.

હેડફોન લગાવ્યા બાદ વોલ્યુમ એડજસ્ટ કરો-
હેડફોન પહેર્યા બાદ તેનું ફિટિંગ ચેક કર્યા બાદ જ અવાજને ઓછો વધારે કરવો જોઈએ. કેટલાક લોકો પહેલાથી જ વધુ વોલ્યુમ પર ફોન કે હેડફોનને સેટ કરી રાખે છે, પણ આ આદત સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર કરે છે. હેડફોનનો ઉપયોગ કરતાં પહેલા તમારે વોલ્યુમ ઘટાડી લેવો જોઈએ. અચાનક કાનમાં અવાજ જવાથી કાનના પડદાને નુકસાન થાય છે. તમે તમારા હેડફોનને કોઈની સાથે શેર ન કરશો. તેનાથી કાનમાં સંક્રમણ થઈ શકે છે. ઘરમાં પણ તમામ સભ્યોનાં હેડફોન અલગ રાખો. 

ઈયરબડ્સનો ઉપયોગ કરતાં બચો-
આજકાલ વાયરલેસ ઈયરબડ્સનું ચલણ વધ્યું છે. લોકોનાં કાનમાં ઈયરબડ્સને જોવા સામાન્ય બની ગયું છે. જો કે તેનાથી તમારા કાનને નુકસાન પહોંચી શકે છે. ઈયરબડ્સ તમારા કાનનાં પડદાની વધુ નજીક હોય છે, તેથી તેના વધુ પડતા ઉપયોગથી કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે. જો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય તો ઈયરબડ્સની જગ્યાએ હેડફોનનો ઉપયોગ કરવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news