ભારે વરસાદથી ગુજરાતના આ જિલ્લામાં રેલવે ટ્રેકનું ધોવણ! બચાવ કામગીરી માટે ટુકડીઓ તહેનાત
Gujarat Monsoon Update: પ્રભારી મંત્રી પ્રફુલપાનશેરિયાએ મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ તેમજ જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી. આવતી કાલે રેડ એલર્ટના પગલે જિલ્લામાં સ્થળાંતર અને જાનમાલની સલામતીના મુદાઓ પર ભાર મુકાયો....
Trending Photos
- મોરબીમાં વરસાદના રેડ અલર્ટ વચ્ચે તંત્ર સતત ખડેપગે
- પ્રફુલ પાનસેરિયાએ મોરબીની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી
- મોરબીના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીએ કરી બેઠક
- જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા
- મોરબીમાં SDRF, NDRFની સામે સેના પણ તહેનાત
- આજે મોરબીમાં આપવામાં આવ્યું છે વરસાદનું રેડ અલર્ટ
- જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્ર પ્રયાસરત
Rainfall in Morbi: મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
- મોરબીના માળીયા પાસે રેલવે ટ્રેકનું ધોવાણ
- ભારે વરસાદને પગલે રેલવે ટ્રેકનું ધોવણ થતાં નુકસાન
- રેલવે વિભાગે ટ્રેકનું રિપેરિંગ કામ કર્યું શરૂ
- ગાંધીધામથી અમદાવાદ તરફ જવાની રેલવે લાઈનમાં નુકસાન
- રેલવે વ્યવહાર બંધ હોવાથી તાત્કલિક કામગીરી શરૂ કરાઈ
પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. હવામાનની આગાહી અનુસાર આવતીકાલે પણ મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે ત્યારે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવા તેમણે જણાવ્યું હતું. સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરી આરોગ્ય ટીમના દેખરેખ હેઠળ રાખી સાર સંભાળ રાખવા જણાવ્યું હતું. ક્યાંય પણ રોડ તુટવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય તેવું હોય તો ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
- ધોધમાર વરસાદથી મોરબીમાં ખેતરો પાણીમાં તરબોળ
- છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડતા ભરાયા પાણી
- ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન
- માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદના ગામડામાં ખેડૂતોને નુકસાન
- મગફળી, કપાસ સહિતના પાકમાં મોટાપાયે નુકસાન
પાણી ઉતર્યા બાદ મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવા છંટકાવ, ગટરની સાફ-સફાઈ અને પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પરફેક્ટ આયોજન કરવા પણ વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ઉપરાંત જિલ્લામાં સાફ-સફાઈના સાધનો, બચાવ કામગીરી માટેની સાધન સામગ્રી ઉપરાંત દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ તેની પણ મંત્રીએ પૃચ્છા કરી હતી.
મોરબીમાં પ્રભારી મંત્રી પાનસુરીયાએ કરી સમીક્ષાઃ
મોરબી જિલ્લામાં વરસાદ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી સમીક્ષા#morbi #heavyrain #monsoon #flood #ZEE24kalak pic.twitter.com/i3nsgaBoQz
— Zee 24 Kalak (@Zee24Kalak) August 28, 2024
મોરબીમાં રેલવે લાઈન પર પાણી ભરાયા છે. અંદાજે બે કિલોમીટર જેટલો રેલવે ટ્રેક ધોવાયો છે. આ રેલવે ટ્રેક પરથી રોજની 70થી 80 ટ્રેન પસાર થતી હોય છે પરંતુ હાલ મચ્છુ ડેમનું પાણી છોડાતા રેલવે ટ્રેકને અસર થઈ છે. આ રેલવે ટ્રેક ક્યારે શરૂ થાય તે હજુ નક્કી નથી. મહત્વનું છે તે મુચ્છુ ડેમના પાણી મુચ્છુ નદીમાં છોડવાથી મચ્છુ નદીના પાણી રેલવે ટ્રેક પર ભરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે