iPhoneને ટક્કર આપશે Xiaomiનો આ શાનદાર ફોન!, તસવીરો થઈ ગઈ લીક

ગત દિવસોમાં મીડિયામાં એક અહેવાલ આવ્યાં હતાં કે ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમી (Xiaomi) એમઆઈ5X (Mi 5X)ના અપગ્રેડ વેરિયેન્ટની તૈયારીઓ કરી રહી છે. હવે (Mi 5X)ના અપગ્રેડ વેરિયેન્ટ Mi 6Xની તસવીર લીક થઈ હોવાના અહેવાલ છે

 iPhoneને ટક્કર આપશે Xiaomiનો આ શાનદાર ફોન!, તસવીરો થઈ ગઈ લીક

નવી દિલ્હી: ગત દિવસોમાં મીડિયામાં એક અહેવાલ આવ્યાં હતાં કે ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમી (Xiaomi) એમઆઈ5X (Mi 5X)ના અપગ્રેડ વેરિયેન્ટની તૈયારીઓ કરી રહી છે. હવે (Mi 5X)ના અપગ્રેડ વેરિયેન્ટ Mi 6Xની તસવીર લીક થઈ હોવાના અહેવાલ છે. આ તસવીરોમાં ફર્સ્ટ લૂકમાં એવું લાગી રહ્યું છે કે શાઓમીના નવા ફોનમાં આઈફોન એક્સ (iPhone X) જેવો ડ્યુલ કેમેરા સેટઅપ હશે. લીક થયેલી તસવીરો ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો અને ઓનફોન્સ પર શેર કરવામાં આવી છે. 

કંપનીએ (Mi 5X)ને કેટલાક બજારોમાં Mi A1 તરીકે લોન્ચ કર્યો હતો. ભારતીય બજારમાં પણ તેને Mi A1 તરીકે લોન્ચ કરાયો હતો. આવામાં આશા છે કે Mi 6Xને ભારતીય બજારમાં Mi A2 તરીકે લોન્ચ કરવામાં આવશે. આ ફોનની લીક થયેલી તસવીરોમાં આઈફોન એક્સ જેવો વર્ટિકલ ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તસવીરોથી એવી અટકળો થઈ રહી છે કે ફોનમાં કેમેરા પાસે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. 

શાઓમીના નવા  ફોનમાં 18:9 આસ્પેક્ટ રેશિયોવાળું ડિસ્પ્લે હોઈ શકે છે. ફોનમાં 5.7 ઈંચ કે 5.9 ઈંચનું ફૂલ એચડી પ્લસ રિઝોલ્યુશનવાળુ ડિસ્પ્લે હોવાની આશા છે. તેમાં સ્પેસિફિકેશન શું હોઈ શકે છે તે અંગે હજુ મીડિયા રિપોર્ટ્સમાં કઈં ખાસ આવ્યું નથી. શાઓમીના આ ફોનમાં સર્જ એસ2 પ્રોસેસર પણ હોઈ શકે છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે 25 ફેબ્રુઆરીના રોજ થનારા એમડબલ્યુસી 2018માં શાઓમી નવો ફોન રજુ કરી શકે છે. 

MI A1ના ફીચર્સ
Mi A1માં MIUI ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ ગૂગલની Android one સ્ટોક એન્ડ્રોઈડ આપવામાં આવી છે. તેમાં 2.5 ડી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શનવાળી 5.5 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરી છે. માઈક્રો એસડી કાર્ડ સાથે તેની મેમરી 128 જીબી સુધી વધારી શકાય છે. Mi A1માં હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્લોટ છે. 

આ ફોનનો કેમેરા ખાસ છે. તેમાં 12 મેગાપિક્સલના બે રિયર કેમેરા અપાયા છે. જેમાંથી એકમાં એફ2.2 અપર્ચરવાળો વાઈડ એંગલ લેન્સ છે અને બીજામાં એફ 2.6 અપર્ચરવાળો ટેલીફોટો લેન્સ છે. વીડિયો ચેટ અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. કંપનીનો દાવો છે કે આ ફોનનો કેમેરો આઈફોન 7 અને વનપ્લસ 5થી પણ સારો છે. પાવર બેકઅપ માટે 3080 mAhની બેટરી અપાઈ છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news