One plusનો 40 હજારનો ફોન મળશે ફ્રી... કઇ રીતે જાણવા કરો ક્લિક

કંપની દ્વારા લોકોનાં રિવ્યુ મેળવવા માટે મોબાઇલ ફોન વાપવા માટે આપવામાં આવશે, જેનું રજીસ્ટ્રે્શન ચાલુ

One plusનો 40 હજારનો ફોન મળશે ફ્રી... કઇ રીતે જાણવા કરો ક્લિક

અમદાવાદ : OnePlus 6નાં લોન્ચિંગની તારીખ નજીક આવી રહી છે. જો કે તે અગાઉ તમામ પ્રકારની લીક્સ પણ સામે આવી રહી છે, જેમાં ફોનનાં અલગ - અલગ ફીચર્સ હોવાનું સામે આવી રહ્યું છે. OnePlusનાં એક્સક્લુસિવ ઓનલાઇન પાર્ટનર એમેઝોન ઇન્ડિયાએ 22 એપ્રીલે રાત્રે 12 વાગ્યાથી રજિસ્ટ્રેશન પેજ ઓપન કરી દીધું છે. નોટિફાઇમી પેજ લોકોને કંપનીનાં સ્માર્ટફોનામં રહેલા રસ માપવા માપવા અને પ્રોડક્ટનું રજીસ્ટ્રેશન લેવા માટેની સુવિધા આપે છે.

OnePlus 6 offer phone for free

OnePlus 6નાં લોન્ચિંગ મુદ્દે હવે કોઇ મિસ્ટ્રી નથી રહી. આ ફોનનાં મોટા ભાગનાં ફીચર લીક થઇ ચુક્યા છે. ફોનની કિંમત અને તે ક્યારથી મળવાનું ચાલુ થશે તેની પણ તારીખ આવી ચુકી છે. OnePlusપોતાનો નવો સ્માર્ટ ફોન OnePlus 6 રિવ્યું માટે કેટલાક લોકોને આપશે. જેથી લોકો તે જણાવી શકે કે આ ફોનનું પર્ફોમન્સ કેવું છે અને અન્ય સ્માર્ટ ફોનની તુલનાએ તે કેટલો દમદાર છે. 

OnePlus 6 launch date reveals

OnePlusએ ધ લેબ નામથી પ્રોગ્રામ ચાલુ કર્યો છે. જેમાં તે સમીક્ષા લખવા માટે લોકોને ફોન આપશે. જો તમારે પણ આ ફોન જોઇતો હોય તો તમારે ધ લેબમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એક એપ્લીકેશન અંગ્રેજીમાં ભરવી પડશે. તમે 3 મે સધી આ એપ્લીકેશનને ભરી શકો છો. જો તમે પણ OnePlus 6 મેળવવા માંગો છો તો ઝડપી રજીસ્ટ્રેશન કરો, જો કે ફોનનાં ફીચર્સ અને કિંમત અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી શકી નથી. તેનો અર્થ તે પણ થઇ શકે છે કે OnePlus 6 પહેલા ભારતમાં જ લોન્ચ થાય.

Oneplus 6 lab program launched

OnePlus6નાં ફિચર્સની વાત કરીએ તો OnePlus 6માં ક્વોલકોમ પ્રોસેસર અને સ્નેપડ્રેગન 845નું પ્રોસેસર હશે અને આ ફોન 6 જીબી અને 8 જીબી રેમનાં વેરિયન્ટમાં મળશે. આ ફોનમાં 256 જીબી સુધીનું સ્ટોરેજ મળી શકે છે. તે ઉપરાંત ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયા 8.1, 6.28 ઇન્ચની HD+ એમોલેડ ડિસપ્લે હશે, જેનું આસ્પેક્ટ રેશિયો 19:9  હશે. 

Oneplus 6 features revealed

ડિઝાનની વાત કરીએ તો ફોનની ડિઝાઇન iPhone X જેવી હશે અને તેમાં ફેસ અનલોક ફીચર મળશે. બીજી તરફ ફોનમાં હેડફોન જેક પણ મળશે. OnePlus 6માં બ્લૂ, વ્હાઇટ અને બ્લેક કલર વેરિયન્ટમાં મળશે. કેમેરાની  વાત કરીએ તો ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે જેમાં એક કેમેરો 20 મેગા પિક્સલ અને બીજો 16 મેગા પિક્સલનો હશે. સાથે જ ફ્રંટ કેમેરો 20 મેગાપિક્સલનો હશે. જો કે આ વખતે ફોનમાં મોટી બેટરી એટલે કે 3500 mAhની બેટરી મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news