Google ક્યારેય સર્ચ ન કરો આ માહિતી, નહિ તો જેલની હવા ખાવી પડશે

Google Search: જો તમે જરૂરી કામ માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરો છો, તો સાવધાની રાખો. કેટલીક બાબતો સર્ચ કરવા પર તમને જેલની હવા ખાવી પડી શકે છે. તેથી આ માહિતી મગજમાં યાદ કરી લો

Google ક્યારેય સર્ચ ન કરો આ માહિતી, નહિ તો જેલની હવા ખાવી પડશે

Google Search: ગૂગલ સર્ચ એક એવુ પ્લેટફોર્મ છે, જેને કારણે તમે ગમે તે સમયે ગમે તે માહિતી મેળવી શકો છો. તમને તમારી જરૂરિયાતના સમયે યોગ્ય માહિતી મળી જાય છે, પરંતુ શુ તમે જાણો છો કે ગૂગલ સર્ચ પર કરવામાં આવેલી એક નાનકડી ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે છે. જો તમને વિશ્વાસ ન હોય તો આજે અમને તમને સાવધાની રાખવાની આ માહિતી આપી રહ્યાં છીએ. આખરે ગૂગલ શુ સર્ચ કરવાથી જેલની હવા ખાવી પડે છે તે જાણી લો.

બોમ્બ અને બારુદ બનાવવાની વિધિ
જો તમે દિવાળીના સમયે બોમ્બ કે બારુદ બનાવવાની વિધિ વિશે સર્ચ કરવાનો પ્રયાસ કરશો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, ભારત સરકાર આવા સર્ચ પર ખાસ નજર રાખે છે, જેમાં બોમ્બ અને બારુદ વિશે માહિતી આપવામાં આવી હોય. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવુ કરવુ બહુ જ જરૂરી છે. કારણ કે, ગુના અને ગુનેગારો સામે લડવા માટે દરેક સરકાર આવુ કરે છે. તેથી આવુ સર્ચ ન કરતા. 

ચાઈલ્ડ ક્રાઈમ કન્ટેન્ટ   
જો તમે ગૂગલ સર્ચ પર ચાઈલ્ડ ક્રાઈમ સાથે જોડાયેલ કોઈ પણ માહિતી મેળવવા માંગો છો તો આવું કરવાથી બચો. કારણ કે ચાઈલ્ડ ક્રાઈમ પર નિયમો બહુ જ સખત છે. જો તમે વારંવાર આ વિષય સાથે જોડાયેલા માહિતી મેળવશો તો તમને જેલ જવુ પડી શકે છે. 

વીડિયો પાયરસી
જો તમારી પાસે કોઈ નવી ફિલ્મ કે ગીતની લિંક છે, જેને સર્ચ કરીને તમે જોઈ શકો છો. તો તમને જેલની હવા ખાવી પડી શકે છે. કારણ કે, તે ગુનાહિત ગતિવિધિ અંતર્ગત આવે છે. આવી લિંક પર ક્લિક ન કરો. 

હેકિંગ
આજકાલ મોટાભાગના લોકો હેકિંગ વિશે શીખવા માંગે છે. આવામાં ગૂગલ સર્ચ પર હેકિંગ સાથે જોડાયેલ માહિતી મેળવવા લોકો તત્પર રહે છે. પરંતુ શુ તમે જાણો છો કે આવું વારંવાર સર્ચ કરશો તો તમારી વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરી શકે છો. તમને જેલ સુધી પહોંચાડી શકે છે. હેકિંગ જેવા વિષયો સંવેદનશીલ છે, જેના પર માહિતી મેળવવાથી બચો. 

નોટ
તમારે ગૂગલ સર્ચ કરવુ હોય તો બહુ જ સાવધાનીથી કરવી જોઈએ. કારણ કે, આવા વિષય સર્ચ કરવાથી સરકાર દ્વારા કાર્યવાહી કરવામા આવે છે. તેથી આવી ભૂલ કરવાથી બચો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news