VIDEO: 2 કરોડની પોતાની મર્સિડિઝ કારને YouTuber એ લગાવી આગ, ચોંકાવનારું છે કારણ

તમે મોટાભાગે એવા લોકોને જોયા હશે જે ગુસ્સામાં મોબાઇલ તો ક્યારેક કોફી મગ તોડી દે છે. ટીવી ન ચાલતાં રિમોટને દિવાલ પર મારતા અથવા જમવાનું સારું ન મળતાં પીરસેલી થાળીને ફેંકી દો છો.

VIDEO: 2 કરોડની પોતાની મર્સિડિઝ કારને YouTuber એ લગાવી આગ, ચોંકાવનારું છે કારણ

નવી દિલ્હી: તમે મોટાભાગે એવા લોકોને જોયા હશે જે ગુસ્સામાં મોબાઇલ તો ક્યારેક કોફી મગ તોડી દે છે. ટીવી ન ચાલતાં રિમોટને દિવાલ પર મારતા અથવા જમવાનું સારું ન મળતાં પીરસેલી થાળીને ફેંકી દો છો. પરંતુ શું તમે ક્યારેય એ જોયું ચેહ કે કોઇ વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની લક્સરી કારને આગને હવાલે કરી દીધી? 

YouTuber​ ના ગુસ્સાનો શિકાર થઇ લક્સરી કાર
જી હાં અહી અમે તમને એક એવી જ વ્યક્તિ વિશે બતાવી રહ્યા છીએ જેણે ગુસ્સામાં આવીને પોતાની મર્સિડિઝ (Mercedes) કાર પર કેરોસીન નાખીને આગને હવલે કરી દીધી. આ વ્યક્તિનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કારની કિંમત 2 કરોડ 58 લાખ 86 હજાર 875 (USD 350,000) થી પણ વધુ ગણાવવામાં આવી રહી છે. આટલી મોંધી કાર એક વ્યક્તિના ગુસ્સાના કારણે રાખ થઇ ગઇ. 

તમને જણાવી દઇએ કે રૂસનો રહેવાસી આ વ્યક્તિ એક  Youtuber છે જેનું નામ મિખાઇલ લિટવિન (Mikhail Litvin) છે. રસપ્રદ વાત એ છે કે પોતે મિખાઇલએ આ ઘટનાને રેકોર્ડ કરી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news