સુરત: પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા, 3 આરોપીની ધરપકડ

સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ અટકાવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીને મોબાઇલ ફોન પર કોલ કરી હેરાન કરવામાં આવતી હતી. જેથી પરણિતાના પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપવા ગયા હતાં. આ દરમિયાન પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો.
સુરત: પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા, 3 આરોપીની ધરપકડ

તેજશ મોદી/ સુરત: સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ અટકાવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીને મોબાઇલ ફોન પર કોલ કરી હેરાન કરવામાં આવતી હતી. જેથી પરણિતાના પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપવા ગયા હતાં. આ દરમિયાન પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામી પોતાના પરિવાર સાથે અમરોલી વિસ્તારમા આવેલ કોસાડ આવાસમાં રહે છે. રામુની પત્નીના મોબાઇલ પર કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પત્નીએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ ઘરે આવતા પત્નીએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ ફરી કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું.

જો કે, રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ ઓળખી ગયો હતો અને રામુએ આલમને આપ્યો હતો. આ મુદ્દે રામુ અને આલમનો ફોન પર જ ઝઘડો થયો હતો. બાદમાં આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે આવ્યો હતો. રામુએ ઘરનો દરવાજો ખોલતાની સાથે આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા. છરા વડે પેટમાં ઉંડો ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા.

આ ઉપરાંત ગળા, મોંઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જેથી પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડયા હતા. પરંતુ લાકડાના ફટકા વડે માતા-પુત્રને પણ માર માર્યો હતો. આરોપીઓ રામુના ગળામાંથી 25 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઘટનાને પગલે દોડી આવેલા પડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. પરંતુ તબીબોએ રામુને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news