42 વર્ષ બાદ 90 વર્ષના વૃદ્ધને 10 દલિતોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા...!
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં હત્યાના કેસમાં 42 વર્ષ બાદ કોર્ટે 90 વર્ષના વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 55 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વડીલે 1981માં 10 દલિતોની હત્યાના કેસમાં દોષી કબૂલ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 9 દોષિતોના મોત થયા છે. વૃદ્ધ વ્યક્તિ એકમાત્ર જીવિત ગુનેગાર હતો.