ભક્તિ સંગમ: શ્રાવણ માસમાં અહીં કરો શિવ મહાપુરાણનું શ્રવણ

જે મનુષ્ય શિવમહાપુરાણરૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેમને મનુષ્ય ન સમજતાં ખરેખર રુદ્ર સમજવાં જોઇએ. જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણમાત્રમાં પાર કરી જાય છે. સર્વ પ્રકારનાં દાન અને યજ્ઞોનું ફળ મળે છે તે સર્વ પુણ્યમાત્ર શિવમહાપુરાણ સાંભળવાથી જ મળે છે. મુક્તિ મેળવવાની ઇચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઇચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઇએ. શિવમહાપુરાણમાં ૨૪,૦૦૦ શ્લોક છે. સાત સંહિતા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે. આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઇ સર્વશ્રેષ્ઠ ગતિ જીવને આપે છે.

Trending news