જાણો સ્યૂસાઈડ નોટમાં જે DySpનો ઉલ્લેખ થયો છે તે બીજા કયા કેસમાં સંડોવાયેલો છે

રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.

Trending news