ચંદ્વયાન-2નું ચંદ્વ પર લેન્ડિંગ કરી ભારત રચશે ઇતિહાસ

ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ આજે મધરાત બાદ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. વિક્રમ ચંદ્રના દક્ષિણી ધ્રુવના રહસ્યોને સામે લાવી શકે છે. ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને શુક્રવાર અને શનિવારની વચ્ચે મધરાતે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવશે અને તે રાતે દોઢથી અઢી વચ્ચે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

Trending news