રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જુઓ ગુજરાતના કયા શહેરમાં કેટલું છે તાપમાન
રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.હાડ થીજાવતી ઠંડીના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.લોકો વહેલી સવારે અને રાત્રી દરમિયાન કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.કડકડતી ઠંડીમાં લોકો ગરમ વસ્ત્રો સાથે નજર પડી રહ્યા છે. ક્યાંક તાપણાં કરતા તો ક્યાંક ચાની ચુસ્કી લઈને લોકો ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થતા હવે કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. જો કે હજુ પણ ઠંડીના ચમકારામાં વધારો થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.