ઢોર ગુમ થવા મામલે કમિશનર વિરુદ્ધ કોંગ્રેસ ઉગ્ર દેખાવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી 96 ઢોર ગુમ થવાના મુદ્દે કોંગ્રેસ અને મ્યુનિસિપલ કમિશ્નરનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. જે અંતર્ગત કોંગ્રેસે આજે પુનઃ કમિશ્નરને આવેદનપત્ર સોંપવાનું આયોજન કર્યુ. પરંતુ ગત શુક્રવારની જેમ આજે પણ કમિશ્નર ઉપસ્થીત ન રહેતા કોંગ્રેસે કમિશ્નર ઓફીસ બહાર હંગામો મચાવ્યો. સૂચક પોસ્ટરો અને ઉગ્ર સુત્રોચ્ચાર વચ્ચે કોંગ્રેસ કમિશ્રનરા વર્તનને ભારે હોબાળો મચાવ્યો.