સીએમ રૂપાણીના મધ્ય પ્રદેશના નિવેદન પર અમિત ચાવડાએ આપ્યો વળતો જવાબ

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના નિવેદન પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, વિજયભાઈ કોંગ્રેસની ચિંતા કર્યા વગર પ્રજાએ તમને જેના માટે મેન્ડેટ આપ્યો છે તે કામ સારું કરો. ગુજરાતના ખેડૂતો, બિનસચિવાલય પરીક્ષા, દારૂબંધી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.

Trending news