દુનિયાભરમાં 1,19,217 લોકોને કોરોનાને ચેપ લાગ્યો
કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 58 થઈ છે. દુનિયાભરમાં કોરોનાનો ચેપ 1 લાખ 19 હજાર 217 લોકોને લાગ્યો છે. જ્યારે મોતનો આંકડો 4 હજાર 299 પર પહોંચ્યો છે. જેમાંથી 3 હજાર 158 મૃતકો માત્ર ચીનના છે. ચીન બાદ સૌથી વધુ મોત 631 મોત ઈટલીમાં થયા છે. ઈરાનમાં પણ કોરોનાના કારણે 291નાં મોત થયા છે. તો દક્ષિણ કોરિયામાં 61 લોકો કોરોનાનાં કારણે મોતને ભેટ્યા છે. 119 દેશોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. વધતી જતી દર્દીઓની સંખ્યાએ સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે.