બનાસકાંઠાના ડીસામાં શૌચાલય કૌભાંડ બદલ સરપંચ થયા સસ્પેન્ડ

બનાસકાંઠાના ડીસા તાલુકાના બુરાલ ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શૌચાલય બાંધકામ ન થયા હોવા છતાં ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવા બદલ સસ્પેન્ડ કરાયા છે. સરપંચ હરપાલસિંહ વાઘેલાને ગેરરીતિ આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. 62 શોચલાય કાગળ ઉપર બતાવી સરપંચે કોન્ટ્રાક્ટર સાથે મળી કૌભાંડ આચર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીના પગલે ફડફડાટ ફેલાઇ ગયો છે.

Trending news