કાળઝાળ ગરમી વચ્ચે પણ લીંપણવાળા મકાનોમાં છે ઠંડક, જાણો દેશી ઢબના મકાનો અને આધુનિક મકાનો વચ્ચેનો તફાવત....

સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પારો 40 ડીગ્રી થી લઈને 45 ડીગ્રી સુધી પહોંચી ગયો છે અને ખુબજ ગરમી પડી રહી છે.ગરમીથી લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે સૌરાષ્ટ્રમાં હજુ પણ જૂની ઢબ ના ગાયના છાણ અને માટીમાથી બનાવેલ મકાનમાં રહે છે.આ દેશી મકાનમાં આધુનિક મકાન કરતા ગરમી પ્રમાણમાં ઓછી થાય છે કારણ કે ગાયના છાણનું અને માટીનું લીપણ દિવાલોમાં અને ઘરમાં કરવાથી દિવાલો તપતી નથી તો મકાનની છત ઉપર દેશી નળિયા હોવાથી પવનની અવરજવર પણ ઘરમાં સારી રીતે થાય છે આમ સિમેન્ટ કોંકરેટ માંથી બનાવેલો આધુનિક ઘર અને દેશી ઘરમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.

Trending news