મોરબી અને હળવદના ખેડૂતોનો ભારે વિરોધ, કારણ છે મોટું

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને આમ પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળતું નથી ત્યાં બ્રાહ્મણી ડેમમાંથી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી લઈ જવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં કોન્ટ્રકટર દ્વારા કામ શરુ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ૩૦ જેટલા ગામના ખેડૂતો દ્વારા નવી પાઈપ લાઈન પાથરવાના કામને બંધ કરાવવામાં આવ્યું છે. જોકે ખેડૂતોની માંગ છે કે પહેલાં સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને ત્યાર બાદ નવી પાઈપ લાઈન પાથરવામાં આવે.

Trending news