રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને અપાશે 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'

1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મુંબઈ રાજ્યમાંથી છુટું પડીને અલગ ભાષાકીય રાજ્યની રચના થઈ હતી. ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થઈ રહ્યા હોવાથી રાજ્યના 60 શ્રેષ્ઠીઓનું 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'થી સન્માન કરવામાં આવશે. ‘ડૉ. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’, ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.’ દ્વારા સંયુક્ત રીતે કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનારાનું સન્માન કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Trending news