વિધાનસભામાં ઉઠ્યો જૂનાગઢ તુવેરકાંડનો મુદ્દો, સરકારે સ્વીકારી તુવેર ખરીદીમાં બેદરકારી
જૂનાગઢ તુવેર કાંડ મામલો: કેટલોક જથ્થો નિયત ધારાધોરણો મુજબ ની ગુણવત્તા વાળો ખરીદવામાં નહતો આવ્યો. જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખરીદ કેન્દ્ર માં 25965 ગુણી ની ફરી તપાસણી કરાઈ હતી. 291 ગુણી નિયત ધારા ધોરણ મુજબ ની ગુણવત્તા ધરાવતી ન હોવાનું જણાયું હતું. છેલ્લા એક વર્ષ માં નાફેડ દ્વારા તુવેર ની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.ખરીદીમાં ગેરરીતિ અંગે જૂનાગઢ જિલ્લાની ખરીદી સંદર્ભે સાત ફરિયાદો મળી હતી. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પ્રશ્નમાં સરકારનો જવાબ.