ઉત્તરાખંડમાં ભારે વરસાદ, મસૂરીના કેમ્પટી ફોલનો ડરામણો નજારો..!
ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ત્યારે વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભારે વરસાદને કારણે મસૂરીના વિશ્વ પ્રસિદ્ધ કેમ્પ્ટી ફોલનો નજારો આ સમયે સુંદર નથી પણ ડરામણો લાગી રહ્યો છે.