અમદાવાદે દેશમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રિક બસ દોડ દોડાવી મેળવી સિધ્ધિ, જુઓ VIDEO

ઇ બસ : ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા.

Trending news