ખેડૂતોને વીમાથી કેટલી મળશે રાહત? જાણો સમગ્ર અહેવાલમાં

ક્યાર વાવાઝોડા (kyar cyclone) થી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી ખેડૂતો (Farmers) ને થયેલ નુકશાન માટે વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની માહિતી આપવામાં આવી છે. તેમજ કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા (Insurance) કંપનીના ટોલ ફ્રી નંબર (Toll free number) પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર થયું છે. તેમજ કમોસમી વરસાદમાં ભોગ બનનાર ખેડૂતોએ આ નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારની પોતાના થયેલા નુકસાનની ફરિયાદ કરવાની રહેશે અને વીમા કંપની તો જ માન્ય રાખશે તેવું કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Trending news