it's my school : પ્રતાપનગરની માધ્યમિક શાળાની ખાસીયતો...
ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ ઈટ્સ માય સ્કુલમાં આજે આપણે વાત કરીશુ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે આવેલ માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગરની આ શામાં વિધાર્થીઓ શાળામાં પ્રવેશતાની સાથેજ શાળાના કંપાઉન્ડમાં મુકેલ વિધાની દેવી માં સરસ્વતી ની પ્રતિમાને ફુલ ચઢાવી નમન કરે છે.અને ત્યારબાદ પોતાના વર્ગ તરફ આગળ વધે છે.આ શાળામાં સાયન્યની લેબ સહિત અનેક સુવિધાઓ આવેલી છે.શાળામાં જે નબળા વિધાર્થીઓ હોય છે એ તમામ વિધાર્થીઓને અલગ થી શિક્ષણ આપવામાં આવે છે અને તેઓ શિક્ષણમાં આગળ વધે તે અંગેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.શાળાના આચાર્ય તેમજ શિક્ષકો શાળાના બાળકો સાથે પરિવારની જેમ વ્યવહાર કરે છે.આ શાળામાં વિધાર્થીનીઓ ની સાથે વિધાર્થીઓ પણ રમત ગમતની અનેક સ્પર્ધામાં આગળ વધે છે.શાળાના વિધાર્થીઓ ખો ખો ની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ રાજય કક્ષાએ જશે સાથેજ શાળાના વિધાર્થીઓને સંસ્કૃત સહિતની અનેક ભાષાઓ શિખવવામાં આવે છે.તો શાળામાં કોમ્પ્યુટ લેબ ની પણ વ્યવસ્થા છે જેનાથી બાળકોને સારૂ એવુ શિક્ષણ મળી રહે છે.