જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી: 6 કલાકમાં થયું માત્ર 28 ટકા મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 14 વોર્ડ અને 56 બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 20 ટકા મતદાન નોંધાયું છે. સાંજના 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. મતદાનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે છે. શહેરમાં કુલ ૨૭૭ મતદાન બુથો પર કુલ ૨.૩૮ લાખ મતદારો નોંધાયેલા છે, ૧૩૦૬ પોલીંગ સ્ટાફ અને પાંચ એસઆરપી કંપની સહિત ૧૮૦૦ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ૬૦ બેઠક માટે કુલ ૧૫૯ ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં કેદ થઈ જશે, જેની મતગણતરી ૨૩ મી જુલાઇએ કૃષિ યુનિવર્સીટી ખાતે રાખવામાં આવી છે.સૌથી વધુ ભાજપના ૫૬, કોંગ્રેસના ૫૨, એનસીપીના ૨૫, સીપીઆઈએમના એક અને ૨૫ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Trending news