રાધનપુર પંચાયતમાં દારૂ અને બીયરની મળી બોટલ

રાધનપુર તાલુકા પંચાયતમાં દારૂ અને બીયરની ખાલી બોટલ મળી આવી હતી. તાલુકા પંચાયતના કારોબાર ચેરમેન સુરેશ ભાઈ ઠાકોરને હાથે ખાલી બોટલો લાગી હતી. સુરેશ ઠાકોરને જાણ થતા રાધનપુર પોલીસને જાણ કરી હતી. ખાલી બીટલો ક્યાંથી આવી તેને લઇને રાધનપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપર શંકા સેવાઈ રહી છે. રાઘનપુર પોલીસ સ્ટેશનની સામે તાલુકા પંચાયત કચેરી આવેલી છે.

Trending news