ગુજરાતનું એવું ગામ જ્યાં સગીરો માટે મોબાઇલ ફોન વાપરવા પર ‘પ્રતિબંધ’
મહેસાણાના એક ગામમાં સરપંચ દ્વારા જ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ નહિ વાપરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે આ ગામે મોબાઈલ પર પ્રતિબંધ લાવી એક આગવું ઉદાહરણ સભ્ય સમાજ માટે ઉભું કર્યું છે અને આ નિર્ણયને ગામના યુવાનો સહીત ગામના વડીલોએ પણ આવકાર્યો છે. ગામમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. જે અત્યારે સૌએ આવકાર્યો છે.