સાંજે મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. બંને નેતાઓને તેમના ઘરમાંથી લઈ જઈને હરિ સિંહ પેલેસ (ગેસ્ટ હાઉસ)માં શિફ્ટ કરવામાં આવ્યા છે. રવિવારે મોડી રાત્રે બંને નેતાઓને પોત-પોતાના ઘરમાં નજરકેદ કરી દેવાયા હતા. રાજ્યમાંથી ધારા-370 દૂર થવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. બંનેની શાંતિ ભંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Trending news