ખેરાલુનો યુવાન કાશ્મીરમાં શહીદ, સીએમએ આપી શ્રદ્ધાંજલિ

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Trending news