સાયન્સ સેન્ટરથી સુરતીઓએ નિહાળ્યું વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ
વર્ષ 2019 પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ગુરુવારે સવારે 8.04 શરૂ થયું હતું. આ સૂર્ય ગ્રહણ સુરત ઉપરાંત મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસુર, કન્યાકુમારી સહિત દેશના ઘણાં શહેરોમાં જોવા મળ્યું હતું. મોટા ભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાઓએ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્સ સેન્ટર ખાતે ખાસ આયોજન લોકો માટે કરવામાં આવ્યું હતું. ભારતમાં ગ્રહણનો સમય 2.52 કલાકનો છે. 9.30 વાગે ગ્રહણનો મધ્યકાળ અને 10.56 વાગે ગ્રહણ પૂરુ થયું હતું.