સુરતની આ અનોખી ક્લબ હસાવતી નહી, રડાવતી ક્લબ છે!!!

ચોધાર આંસુએ રડી રહેલી આ તમામ વિદ્યાર્થીનીઓ સુરતની વનિતા વિશ્રામ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની કોલેજમાં કોઈ એવી ઘટના નથી બની જેના કારણે તેમને રડવું આવી રહ્યું છે. પરંતુ સુરતની જાણીતી ક્રાઈંગ કલબ દ્વારા ખાસ રુદન વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શા માટે રવડું જરૂરી છે તે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. રડીને વિદ્યાર્થીનીઓ પોતાનું દુખ વ્યકત કરી રહ્યા છે. તેમના જીવનમાં બનેલી એવી ઘટનાઓને યાદ કરી તેઓ રડી રહ્યા છે. તેને તેઓ કદી ભૂલી શકે તેમ નથી. આમ તો હાસ્યને જીવનમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. હસતો નર સદા સુધી આ કહેવત દરેક વ્યક્તિ માટે પ્રેરણા રૂપ રહેલી છે, પરંતુ સુરત સહીત દેશભરમાં હાસ્યને થેરાપી સ્વરૂપે ફેલાવનારા લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવા અને સુરતના જાણીતા ડોકટરોની ટીમે હેલ્થી ક્રાઈંગ ક્લબની શરૂઆત કરવામાં આવી છે.

Trending news