આજે ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું પરિણામ જાહેર થશે

આજે ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારે સાડા આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં NSUIનો 17થી વધુ બેઠકો જીતવાનો દાવો કરાયો છે. જ્યારે કે, ABVPએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સેનેટના 39 અને વેલ્ફેરના 30 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે. રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી જીતવા માટે ABVP અને NSUI બંને સંગઠનોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

Trending news