માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...

સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર મુદ્દે ઐતિહાસિક પગલા ઉઠાવતા રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવાની ભલામણ કરતા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 રજુ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે આ વિધેયકને રાજ્યસભામાં રજુ કરતા કહ્યું કે, કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટવામાં એક સેકન્ડનું પણ મોડુ ન કરવું જોઇએ. આ સાથે જ સરકારે કાશ્મીરથી આર્ટિકલ 35એને હટાવી દીધું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ 35 એ હટાવવા મુદ્દે ગેઝેટ નોટિફિકેશ પણ ઇશ્યું કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જમ્મુ કાશ્મીર બિલને તેઓ મંગળવારે લોકસભામાં રજુ કરશે.

Trending news